Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Big relief for Congress: Government gives deadline in notice to vacate historic bungalow at 24 Akbar Road

VIDEO: કોંગ્રેસને મોટી રાહત: 24 અકબર રોડનો ઐતિહાસિક બંગલો ખાલી કરવાની નોટિસમાં સરકારે આપી મુદત

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: કોંગ્રેસ પાર્ટીને 24 અકબર રોડ પરના ઐતિહાસિક બંગલા અને 5 રાયસીના રોડ પરના ભારતીય યુવા કોંગ્રેસ ઓફિસને ખાલી કરવાની નોટિસમાં તાત્કાલિક રાહત મળી છે. કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું કે આ બંને સ્થળો કાલે ખાલી કરવાની જરૂર રહેશે નહિ

App Store

કેન્દ્ર સરકારના એસ્ટેટ વિભાગે કોંગ્રેસ પાર્ટીને 24 અકબર રોડના બંગલા 28 માર્ચ સુધીમાં ખાલી કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે, સંબંધિત વિભાગે હવે આ નોટિસમાં રાહત આપી છે. કોંગ્રેસે આને સકારાત્મક વાત ગણાવી છે.પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે આ રાહત પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આપવામાં આવી છે. આ પાંચ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.

કોંગ્રેસે આ પગલાને પાર્ટીના અવાજને દબાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે, પરંતુ હાલમાં રાહત મળતાં આ તાત્કાલિક સંકટ ટળ્યું છે.કોંગ્રેસ પાર્ટીએ ગયા વર્ષે કોટલા રોડ પરના નવા મુખ્યાલય ઇન્દિરા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં પોતાનું મુખ્ય કાર્યાલય ખસેડી દીધું છે. તેમ છતાં અકબર રોડ પરના બંગલાને પાર્ટીએ હજુસુધી ખાલી કર્યો નથી.સોનિયા ગાંધીએ ગયા વર્ષે ઇન્દિરા ભવનનું ઉદ્ઘાટન કર્યું ત્યારે અનેક વરિષ્ઠ નેતાઓએ અકબર રોડ સાથેના પાર્ટીના ભાવનાત્મક જોડાણનો ઉલ્લેખ કર્યો હતો.