Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Devotion, faith and Annakut Aarti: Devotees throng Ambaji Shaktipeeth till Chaitri Purnima

VIDEO: ભક્તિ, શ્રદ્ધા અને અન્નકૂટની આરતી: ચૈત્રી પૂર્ણિમા સુધી અંબાજી શક્તિપીઠ પર ભક્તોનું ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

VIDEO: ભારતની 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાતું બનાસકાંઠાનું અંબાજી અત્યારે ચૈત્રી નવરાત્રીના પર્વે ભક્તિના રંગે રંગાયું છે. ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલો આ મહોત્સવ પૂનમ સુધી ચાલવાનો છે, જેમાં મા અંબાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. આ પર્વના ભાગરૂપે મા અંબાના મૂળ સ્થાનક ગણાતા ગબ્બર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

App Store

ગબ્બરના ઝૂલા પર અન્નકૂટનો મનોરથ
શ્રદ્ધાળુઓ અંબાજીના મુખ્ય મંદિરમાં તો અન્નકૂટ ધરાવે જ છે, પરંતુ ગબ્બર પર માતાજીના પવિત્ર ઝૂલા પર અન્નકૂટ ધરાવવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મુંબઈના રહીશ ઉદયભાઈ જસાણી પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક આ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ, સ્વાદિષ્ટ વ્યંજનો, શુષ્ક મેવા અને ઋતુ પ્રમાણેના તાજા ફળો ધરાવવામાં આવ્યા હતા.

ભક્તિમય વાતાવરણ અને આરતી
અન્નકૂટ ધરાવ્યા બાદ માતાજીની ભવ્ય આરતી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત ભક્તોએ 'જય અંબે'ના નાદ સાથે ગબ્બર પર્વત ગજવી મૂક્યો હતો. પર્વતની ટોચ પર જ્યારે પવિત્ર જ્યોત અને અન્નકૂટના દર્શન થયા ત્યારે વાતાવરણ અત્યંત દિવ્ય અને આલૌકિક બની ગયું હતું. માઈભક્તોએ આ અદભુત દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

ચૈત્રી પર્વની વિશેષતા
ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજીમાં મેળા જેવું વાતાવરણ હોય છે. માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાની પૂનમ સુધી આ પર્વ ચાલતો હોવાથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પણ માતાજીના દ્વારે પહોંચે છે. ટેક્નોલૉજીના માધ્યમથી અત્યારે લાખો ભક્તો સોશિયલ મીડિયા પર આ અન્નકૂટના દર્શનનો લાભ લઈ રહ્યા છે.