Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Tej Pratap Yadav's controversial statement, "Not Rahul Gandhi but Priyanka Gandhi can run the party better"

VIDEO: તેજ પ્રતાપ યાદવનું વિવાદાસ્પદ નિવેદન, "રાહુલ ગાંધી નહિ પરતું પ્રિયંકા ગાંધી જ પાર્ટીને વધુ સારી રીતે ચલાવી શકે"

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાષ્ટ્રીય જનતા દળના સ્થાપક તેજ પ્રતાપ યાદવે કોંગ્રેસના નેતૃત્વ અંગે મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે રાહુલ ગાંધી નહિ પરતું પ્રિયંકા ગાંધી જ પાર્ટીને વધુ સારી રીતે ચલાવી શકે છે. તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર ખુલ્લેઆમ પ્રશ્નો ઉભા કર્યા છે.

App Store

પટણામાં તેજ પ્રતાપ યાદવે જણાવ્યું કે, ફક્ત પ્રિયંકા ગાંધી જ કોંગ્રેસ પાર્ટીને સારી રીતે ચલાવી શકે છે. તેઓ ઇન્દિરા ગાંધી જેવા છે. રાહુલ ગાંધી પાર્ટી ચલાવી શકતા નથી. મુસાફરી કરવાથી કે બુલેટ પર સવારી કરવાથી કોઈ ફાયદો થતો નથીરાહુલ ગાંધીએ નીતિશ કુમારને સમાધાનકારી નેતા તરીકે વર્ણવ્યા હતા. તેના જવાબમાં આ નિવેદન આવ્યું છે.

તાજેતરમાં જેડીયુના પ્રમુખ નીતિશ કુમારે સક્રિય રાજકારણમાંથી રાજીનામું આપ્યા પછી ભાજપના સમ્રાટ ચૌધરી બિહારના મુખ્યમંત્રી બન્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વ પર આ પહેલીવાર પ્રશ્નો ઉઠ્યા નથી. આ વર્ષે જાન્યુઆરીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે પણ પાર્ટીમાં આંતરિક લોકશાહીના અભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, નિર્ણયો માત્ર રાહુલ ગાંધીના ઇશારે લેવાય છે અને વરિષ્ઠ નેતાઓને હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે.

તેજ પ્રતાપ યાદવ અને શકીલ અહેમદના આ નિવેદનોએ કોંગ્રેસમાં નેતૃત્વ અંગે ચાલતી અશાંતિને વધુ ઉજાગર કરી છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીને પાર્ટીનું નેતૃત્વ સોંપવાની માંગણીઓ હવે બાહ્ય રાજકીય પક્ષો તરફથી પણ વધી રહી છે, જે પાર્ટીના આંતરિક પડકારોને વધુ ગંભીર બનાવી રહી છે.