Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Kedarnath Yatra 2026! Devotees are very excited despite zero degree temperature and snowfall, gates will open on Wednesday

VIDEO: કેદારનાથ યાત્રા 2026! શૂન્ય ડિગ્રી તાપમાન અને બરફવર્ષા છતાં ભક્તોમાં ભારે ઉત્સાહ, બુધવારે ખુલશે કપાટ

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથના ધામને 51 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરીને શણગારવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હિમવર્ષાને કારણે સમગ્ર કેદારપુરી સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે

App Store

 બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ  દ્વારા આ વર્ષે મંદિરને ભવ્ય  દેખાવ આપવા માટે દેશ અને વિદેશથી મંગાવેલા આશરે 51 ક્વિન્ટલ એટલે કે 5 હજાર 100 કિલો રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરીને શણગારવામાં આવ્યું છે. ગલગોટા અને ઓર્કિડના ફૂલોથી સજ્જ પ્રાચીન પથ્થરની આ રચના અદભુત દ્રશ્ય સર્જયું છે. તાજેતરમાં થયેલા હિમવર્ષાને કારણે સમગ્ર કેદારપુરી સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે  જે રંગબેરંગી ફૂલોની સજાવટ સાથે મંત્રમુગ્ધ કરી મૂકે છે.

બાબા કેદારનાથની પંચમુખી ડોલી ગૌરીકુંડ પહોંચી. સ્થાનિક વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. અક્ષય તૃતીયાથી શરૂ થયેલી આ યાત્રામાં રેકોર્ડ સંખ્યામાં ભક્તો નોંધાયા છે. જોકે  તાપમાન શૂન્યની નજીક હોવાથી વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં ગરમ કપડાં સાથે રાખવાની સલાહ આપી છે. આવતીકાલે સૂર્યોદયની સાથે જ શંખનાદ અને જય કેદારના ઉદ્ઘોષ સાથે છ મહિનાના શિયાળુ વિરામનો અંત આવશે.