VIDEO: તમિલનાડુ જંગ 2026: CM સ્ટાલિન અને ઉદયનિધિ સામે વિજયે ઉતાર્યા લડાયક ઉમેદવારો, TVKની યાદી જાહેર
VIDEO: તમિલ સિનેમાના જાણીતા અભિનેતા અને ટીવીકે પાર્ટીના પ્રમુખ વિજયે થલાપતિએ જાહેરાત કરી છે કે તેઓ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પેરામ્બુર અને ત્રિચી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે
ટીવીકે પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે વિજયે જણાવ્યું કે તેમની પાર્ટીના ઉમેદવારો પ્રામાણિકવફાદાર અને જાહેર સેવા માટે સમર્પિત છે. વિજયે વચન આપ્યું કે જીત્યા પછી મહિલા સુરક્ષા, ડ્રગ્સમુક્ત તમિલનાડુ અને કડક કાયદો-વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે યુવાનો માટે સ્નાતકોને 4 હજાર રૂપિયા અને ડિપ્લોમા ધારકોને 2 હજાર રૂપિયા માસિક સહાયની જાહેરાત પણ કરી છે.
પાર્ટીના જનરલ સેક્રેટરી એન. આનંદ ટી નગરમાંથી અને ટ્રેઝરર વેંકટ રમણ માયલાપોરમાંથી ચૂંટણી લડશે. ટીવીકેએ કોલાથુરમાં બાબુને અને ચેપોકમાં સેલ્વમને ઉમેદવાર બનાવ્યા છે, જેઓ અનુક્રમે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન સામે લડશે.તમિલનાડુમાં 23 એપ્રિલે 234 બેઠકો માટે મતદાન થશે અને 4 મેના રોજ મતગણતરી થશે.

