VIDEO: બંગાળમાં પરિવર્તનનું તોફાન: "TMCને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દો", ખડગપુરમાં અમિત શાહની ગર્જના
પશ્ચિમ બંગાળ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે ચૂંટણીના દિવસે લોકોનું તોફાન અને સુનામી ટીએમસીને સત્તા પરથી હટાવવા માટે તૈયાર છે. બંગાળના લોકો ટીએમસીને જડમૂળથી ઉખેડી નાખશે.
સમર્થકોને સંબોધતા સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકો ટીએમસીવે જડમૂળથી ઉખેડી નાખશે. અમારી સરકાર બનતાની સાથે જ પહેલી કેબિનેટ બેઠકમાં ભાજપના નેતાઓ સામેના તમામ ખોટા કેસ પાછા ખેંચી લઈશું અને જેલમાં ગયેલા તમામ લોકોને ફાઇટર ભથ્થા તરીકે 5 હજાર રૂપિયા આપીશું.
ખડગપુરમાં સુવેન્દુ અધિકારીના નામાંકન પત્ર ભરવાના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. અમિત શાહે જણાવ્યું કે આ વખતે કોઈ અસામાજીક ત્તત્વો બંગાળના મતદારોને રોકી શકશે નહીં. દરેકે ભય વિના મત આપવો જોઈએ, જેથી ટીએમસીને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી શકાય. અમિત શાહે ભવાનીપુરના લોકોને અપીલ કરી કે તેઓ સુવેન્દુ અધિકારીને જીતાડીને રાજ્યમાં પરિવર્તન લાવે. ટીએમસીને હરાવવી જરૂરી છે.

