Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Severe heatwave forecast, Union Health Secretary writes letter and gives preparation suggestions

VIDEO: ગરમી-હીટવેવની ગંભીર આગાહી, કેન્દ્રીય આરોગ્ય સચિવે પત્ર લખીને તૈયારીના સૂચનો આપ્યા

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આગામી દિવસોમાં ગરમી અને હીટવેવની સ્થિતિની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને વિશેષ પત્ર લખીને તૈયારીના સૂચનો આપ્યા છે. એપ્રિલથી જૂન 2026 દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ હીટવેવના દિવસો નોંધાવાની સંભાવના છે.

App Store

પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યોને તમામ આરોગ્ય સુવિધાઓમાં સમર્પિત હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ કાર્યરત કરવા, એમ્બ્યુલન્સ સેવાઓની પૂરતી તૈયારી સુનિશ્ચિત કરવા, વહેલી ચેતવણીઓ પ્રસારિત કરવા અને મંત્રાલયના IHIP પોર્ટલ પર હીટસ્ટ્રોક કેસની રીઅલ-ટાઇમ રિપોર્ટિંગ કરવા સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલથી જૂન 2026 દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ હીટવેવના દિવસો નોંધાવાની સંભાવના છે. ખાસ કરીને પૂર્વમધ્યઉત્તર-પશ્ચિમ ભારત તેમજ દક્ષિણ-પૂર્વ દ્વીપકલ્પના વિસ્તારોમાં ગરમી વધુ રહેવાની શક્યતા છે.

ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના અનેક જિલ્લા હીટવેવથી પ્રભાવિત થઈ શકે છે. દેશના મોટાભાગના ક્ષેત્રમાં મહત્તમ તાપમાન 40થી 46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં આગામી દિવસોમાં ગરમીની આગાહી કરી છે.