Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Police take action after incidents of violence and misbehavior during college festival in Delhi, 30 students suspended!

VIDEO: દિલ્હીમાં કોલેજ ફેસ્ટિવલ દરમિયાન હિંસા-ગેરવર્તનની ઘટનાઓ બાદ પોલીસે કરી કાર્યવાહી, 30 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ!

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીની હંસરાજ કોલેજમાં વાર્ષિક ફેસ્ટિવલ દરમિયાન બનેલા ઘર્ષણના અને હિંસાના કિસ્સામાં દિલ્હી પોલીસે ગુનો દાખલ કર્યો છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. કોલેજે વિદ્યાર્થી સંઘના ચાર પદાધિકારીઓ સહિત લગભગ 30 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે.

App Store

8 અને 9 એપ્રિલના રોજ યોજાયેલા કોલેજ ફેસ્ટિવલ દરમિયાન હિંસા અને ગેરવર્તનની ઘટનાઓ બાદ કોલેજ વહીવટીતંત્રની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. પ્રારંભિક તપાસમાં કાર્યક્રમ દરમિયાન બહારના લોકોના અનધિકૃત પ્રવેશની પણ માહિતી સામે આવી છે. જેનાથી સ્થિતિ વધુ વણસી હોવાનો અંદાજ છે. ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમો હેઠળ આ  ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ તથ્યોની ચકાસણી અને આસપાસના સંજોગોની વિગતવાર તપાસ કરી રહી છે.

આ ઘટનાના સંદર્ભમાં કોલેજ વહીવટીતંત્રે પણ સખત પગલાં લીધાં છે. કોલેજે વિદ્યાર્થી સંઘના ચાર પદાધિકારીઓ સહિત લગભગ 30 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. 25 એપ્રિલની નોટિસમાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓને કોલેજ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન માટે જ તેઓ પરિસરમાં આવી શકશે. કોલેજે તેમના પર સોશિયલ મીડિયા દ્વારા કોલેજને બદનામ કરવા, અપમાનજનક ભાષાના ઉપયોગ અને અનુશાસનહીનતાના આરોપ લગાવ્યા છે.