Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: CM Mamata seen wearing a simple white saree and slippers in Kolkata market, interacted with vegetable sellers and buyers

VIDEO: સાદી સફેદ સાડી-ચંપલ પહેરીને કોલકાતાના બજારમાં જોવા મળ્યા CM મમતા, શાકભાજી વેચનારા-ખરીદદારો સાથે કરી વાતચીત

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વર્ષ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ વહેલી સવારે ધમધમતા કોલકાતાના સ્થાનિક બજારની અચાનક મુલાકાત લીધી હતી. સાદી સફેદ સાડીમાં આવેલા મમતાએ શાકભાજી વેચનારા તેમજ ખરીદદારો સાથે વાતચીત કરી હતી.

App Store

વર્ષ 2026 બંગાળ વિધાનસભની ચૂંટણીનો બીજો તબક્કો બાકી છે, ત્યારે પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામાન્ય માણસોની જેમ બજારમાં શાકભાજી ખરીદતા નજરે પડ્યા હતા. સાદી સફેદ સાડી અને ચંપલ પહેરીને મમતા બજારની સાંકડી ગલીઓમાં ફર્યા અને શાકભાજી વેચનારા તેમજ ખરીદદારો સાથે વાતચીત કરી હતી. તેમણે બટાકા-ડુંગળી અને અન્ય શાકભાજીના વધતા ભાવ વિશે વિક્રેતાઓ પાસેથી વિગતો મેળવી અને મહિલા વિક્રેતાઓની સમસ્યાઓ સાંભળી.

મમતાએ લક્ષ્મીર ભંડાર જેવી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ દ્વારા સતત સમર્થન આપવાનું વચન આપ્યું. તેમણે કહ્યું કે હું અહીં મુખ્યમંત્રી તરીકે નહિ, પરંતુ તમારામાંથી એક તરીકે આવી છું. આપણે સામાન્ય માણસના રસોડાને કેન્દ્ર દ્વારા વધારેલા ભાવોથી સુરક્ષિત રાખવું જોઈએ. આ મુલાકાતને મમતાની મા માટીની દીકરીની છબી મજબૂત કરવા અને વધતા મોંઘવારીના મુદ્દે ભાજપના પ્રયાસોનો જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.