Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Election Commission directs to run special campaign against those involved in red-eye, bomb-making activities in West Bengal

VIDEO: ચૂંટણી પંચની પશ્ચિમ બંગાળમાં લાલ આંખ, બોમ્બ બનાવવાની પ્રવૃત્તિઓમાં સામેલ વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવા નિર્દેશ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી પંચએ પશ્ચિમ બંગાળ પોલીસને રાજ્યભરમાં બોમ્બ બનાવવાની પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવા નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે 24 કલાકની અંદર આવી તમામ ધમકીભરી સામગ્રી જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.

App Store

ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર, તમામ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અને ઓફિસર-ઇન-ચાર્જ સુધીના અધિકારીઓને આકરો સંદેશ મોકલવામાં આવ્યો છે. જો તેમના અધિકારક્ષેત્રમાં વિસ્ફોટકોની કોઈપણ રિકવરી અથવા ધમકીભરી ઘટના બની તો અભૂતપૂર્વ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. સંબંધિત અધિકારીઓને સીધા જવાબદાર ગણવામાં આવશે અને કોઈ બચાવ કરવામાં આવશે નહિ.

ચૂંટણી પંચે બોમ્બ બનાવવા સંબંધિત તમામ કેસોની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી કડક કાર્યવાહી થાય અને શાંતિપૂર્વક ચૂંટણી વાતાવરણ જળવાઈ રહે. આ અગાઉ શનિવારે પંચે ડાયમંડ હાર્બર જિલ્લાના પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનમાં 91 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે બાકીની 142 બેઠકો પર 29મી એપ્રિલે મતદાન થશે અને મતગણતરી 4 મેના રોજ થશે.