VIDEO: ગરમીમાં શેકાયું ભારત, અકોલામાં નોંધાયું સૌથી વધુ 46.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન
હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મહત્તમ તાપમાન 40થી 46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. માત્ર પશ્ચિમ હિમાલય, ઉત્તર-પૂર્વી બિહાર અને ઉત્તર-પૂર્વ ભારતમાં તાપમાન 36 ડિગ્રીથી નીચે રહેશે.
હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના અકોલામાં સૌથી વધુ 46 પોઈન્ટ 9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે જ 28મી એપ્રિલ સુધીમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ગરમી અને હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.
મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી વાવાઝોડું અને અલગ-अલગ વિસ્તારોમાં ઉપલા હવા ચક્રવાતોના કારણે આ તાપમાન વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ત્રિપુરા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને કેરળમાં પણ આવી સ્થિતિની સંભાવના છે.
ભારત છેલ્લા ઘણા દિવસો દરમિયાન પૃથ્વી પરનો સૌથી ગરમ દેશ બની ગયો છે. વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 ભારતમાં છે. દેશના ઘણા ક્ષેત્રોમાં ફક્ત એપ્રિલ મહિનામાં જ તાપમાન 43થી 47 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે 2026માં સુપર અલ નીનોની અસર વર્તાઈ શકે છે. આનાથી કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ અને અન્ય વિસ્તારોમાં પૂર આવી શકે છે.

