Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Rahul Gandhi's shout in Kerala: "Invisible partnership between LDF and BJP, both parties are working to divide the people!"

VIDEO: કેરળમાં રાહુલ ગાંધીનો હૂંકાર: "LDF અને ભાજપ વચ્ચે અદ્રશ્ય ભાગીદારી, બંને પક્ષો જનતાને વિભાજિત કરવાનું કામ કરે છે!"

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે યુડીએફના કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આરોપ લગાવ્યો કે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ અને ભાજપ વચ્ચે અદ્રશ્ય છે. કેરલમના મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કરતા કહ્યું પિનરાઈ વિજયને 40 લાખ લોકોને નોકરી આપવાનું વચન પૂરું કર્યું નથી.

App Store

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વાસ્તવમાં કેરળમાં માત્ર બે પક્ષો વચ્ચે લડાઈ છે,જેમાં એક તરફ યુડીએફ છે, જ્યારે બીજી તરફએલડીએફ અને ભાજપની ભાગીદારી છે. યુડીએફ લોકોને એકત્રિત કરવાનું કામ કરે છે અને તેમને સાંભળી સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે એલડીએફ અને તેમના છુપાયેલા ભાગીદાર લોકોને વિભાજીત કરે છે અને તેમને કચડી નાખવાનો  પ્રયાસ કરે છે. પીએમ મોદીએ રાષ્ટ્રીયસ્તરે 2 કરોડ લોકોને નોકરી ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી, જ્યારે કેરલમના મુખ્યમંત્રીએ પ્રદેશના લોકોને 40 લાખ નોકરી આપવાનું વચન આપ્યું હતું, જોકે તેમણે નોકરીઓ નષ્ટ કરવાનું કામ કર્યું છે. એલડીએફ અને ભાજપ પોતાને લોકોને જવાબ માટે જવાબદાર માનતા નથી. બંને પક્ષ માનતા નથી કે કેરલમના લોકો તેમને પ્રશ્ન પૂછી શકે છે.

રાહુલે કહ્યું કે તેમની માતા સોનિયા ગાંધીની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને માટે તેઓ વાસ્તવિક રીતે કોઝિકોડ પહોંચી શક્યા નહિ અને વરચ્યુઅલ માધ્યમથી રેલીને સંબોધિત કર્યું છે.કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએફ પાર્ટી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના નેતૃત્વ હેઠળની એલડીએફને સત્તા પરથી હટાવવા અને 140 સભ્યોની વિધાનસભા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. એલડીએફના નેતૃત્વ હેઠળની સરકારે લગભગ એક દાયકાથી રાજ્ય પર શાસન કર્યું છે. 2026 કેરળ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 9 એપ્રિલે એક જ તબક્કામાં યોજાશે, અને મતગણતરી 4 મેના રોજ થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 23 મેના રોજ સમાપ્ત થવાનો છે.