VIDEO: અજિત પવાર પ્લેન ક્રેશમાં નવો વળાંક: ભત્રીજા રોહિત પવારે બેંગલુરુમાં નોંધાવી 'ઝીરો FIR', હત્યાનું આશંકા!
VIDEO: મહારાષ્ટ્ર અજિત પવારના વિમાન દુર્ધટનામાં મોતનો વિવાદ શાંત પડવાનું નામ લઈ રહ્યું નથી. અજિત પવારના ભત્રીજા અને ધારાસભ્ય રોહિત પવારે કર્ણાટકના બેંગલુરુમાં ઝીરો એફઆઈઆર દાખલ કરી છે. બેંગલુરુના હાઈગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં રોહિત પવારે પ્લેન ક્રેશની ફરિયાદ દાખલ કરાવી છે
રોહિત પવાર તરફે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ઇરાદાપૂર્ણ હત્યા અને બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં રોહિત પવારે વિમાન કંપની પર આરોપ લગાવ્યો છે કે આ વિમાન ઉડન ભરવા માટે તૈયાર નહોતું છતાં તેણે અજીત પવારને લઈને ઉડાન ભરી. આ સાથે વિમાનના સારસંભાળને લઇને પણ પ્રશ્નો કરીને ફરીયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ કર્યા બાદ રોહિત પવારે જણાવ્યું કે અમે મહારાષ્ટ્રમાં ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમા સફળતા મળી નહોતી. મને કર્ણાટક સરકાર પર વિશ્વાસ હતો કે અહિયા મને ન્યાય મળશે.
આ કારણે મે કર્ણાટકમાં ફરિયાદ દાખલ કરી છે. રોહિત પવારે કર્ણાટકના ડીજીને મેલ કરીને ફરિયાદથી અવગત કરાવ્યા છે. 28મી જાન્યુઆરીએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર મુંબઇથી પોતાના વિસ્તાર બારામતી જતા હતા ત્યારે બારામતી રન-વેથી થોડે દૂર અજિત પવારનું પ્લેન ક્રેશ થયું હતું. જેમા અજિત પવાર સહિત ચાર લોકોના મોત થયા હતા. અજિત પવારના મોતને ભત્રિજા રોહિત પવાર એક ષડયંત્ર ગણી રહ્યા છે. રોહિતે આ દુર્ધટનાની તપાસ માટે ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્ર સરકારને પણ વિનંતિ કરી છે. અગાઉ તેઓ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. રાહુલ ગાંધીની મુલાકાત બાદ કર્ણાટકમાં ફરિયાદ થતા ચર્ચા તેજ બની છે.

