Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Political earthquake in Delhi: Congress served notice to vacate 48-year-old headquarters '24 Akbar Road'

VIDEO: દિલ્હીમાં રાજકીય ભૂકંપ: કોંગ્રેસને 48 વર્ષ જૂનું હેડક્વાર્ટર '24 અકબર રોડ' ખાલી કરવા નોટિસ

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: કોંગ્રેસ પાર્ટીને એસ્ટેટ વિભાગે બુધવારે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં પાર્ટીને દિલ્હીના 24 અકબર રોડ પર આવેલી તેની જૂની ઓફિસ 28મી માર્ચ સુધીમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માહિતી કોંગ્રેસના સૂત્રોએ આપી છે. 
 
દિલ્હીના અકબર રોડનો બંગલો છેલ્લા48 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય મથક રહ્યું છે. વર્ષ 1978થી પાર્ટી આ સ્થળે કાર્યરત છે. ગયા વર્ષે કોંગ્રેસે કોટલા માર્ગ પર ઇન્દિરા ભવન નામનું નવું કાર્યાલય ખુલ્લુ મૂક્યું હતું. જોકે ત્યારબાદ પણ અકબર રોડ પરની જૂની ઓફિસ હજુસુધી ખાલી કરવામાં આવી નથી અને ત્યાં પાર્ટીની કેટલીક પ્રવૃત્તિઓ ચાલુ  છે.આ નોટિસને કોંગ્રેસે રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે અને તે વિરુદ્ધ કાનૂની વિકલ્પ શોધવામાં આવી રહી છે. 

App Store

આ સાથે ઈન્ડિયન યુથ કોંગ્રેસની 5 રાઈસિના રોડની ઓફિસ માટે પણ અલગ નોટિસ જારી કરવામાં આવી છે.કોંગ્રેસના સુત્રો પ્રમાણે પક્ષ સરકાર પાસેથી ટૂંકી રાહત માંગી શકે છે, જેથી અશોક ગેહલોત અથવા દિગ્વિજય સિંહ જેવા વરિષ્ઠ નેતાને રાજ્યસભામાં લાવી શકે અને ત્યારબાદ તેમના નામે આ મોટો બંગલો ફાળવી શકાય.વર્ષોથી  10 જનપથ અને 24 અકબર રોડ વચ્ચે એક અતૂટ બંધન વિકસ્યું છે. આસપાસ સ્થિતઆ બે સ્થળોએ  ઐતિહાસિક અને મુખ્ય રાજકીય પક્ષના પાવરહાઉસ તરીકે સેવા આપી હતી, જેમાં અનેક મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. વર્ષ 1969માં, જ્યારે કોંગ્રેસ પક્ષમાં પ્રથમ મોટો ભાગલા પડ્યો, ત્યારે ઈન્દિરા ગાંધીના જૂથે 7 જંતર-મંતરના પરિસર પરનો નિયંત્રણ ગુમાવ્યો. ત્યારબાદ 1978માં તે 24 અકબર રોડ પર સ્થળાંતરિત થયું છે.