Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: New twist in Bengal politics: Owaisi and Humayun Kabir's alliance, trumpet blast for 2026 elections!

VIDEO: બંગાળના રાજકારણમાં નવો વળાંક: ઓવૈસી અને હુમાયુ કબીરનું ગઠબંધન, 2026ની ચૂંટણી માટે રણશિંગુ ફૂંકાયું!

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આગામી 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તેમના પક્ષના વ્યૂહાત્મક લક્ષ્યોની જાહેરાત કરી. તેમણે હુમાયુ કબીરની પાર્ટી સાથે જોડાણનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં મુસ્લિમ લઘુમતીને સ્વતંત્ર રાજકીય નેતૃત્વ આપવાનો હોવાનું જણાવ્યું
 
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈતેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ જણાવ્યું કે અમારો પ્રયાસ એ છે કે આ ચૂંટણીમાં મુસ્લિમ લઘુમતીમાંથી એક મજબૂત નેતૃત્વ ઉભરી આવે. અમે નક્કી કર્યું છે કે અમે કેટલી બેઠકો પર ચૂંટણી લડીશું. આ ગઠબંધન માત્ર આ ચૂંટણી સુધી મર્યાદિત નથી, પરંતુ અમારા રાજકીય ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે તેને આગળ વધારવામાં આવશે.તેમણે કહ્યું કે અંતિમ ચર્ચામાં માત્ર બે કે ત્રણ વિધાનસભા બેઠકો બાકી છે. આ ચૂંટણીમાં અમારું પ્રાથમિક લક્ષ્ય રાજ્યમાં મુસ્લિમ લઘુમતી માટે સ્વતંત્ર રાજકીય નેતૃત્વનું નિર્માણ અને મજબૂતીકરણ છે. ઓવૈસીએ પશ્ચિમ બંગાળઅને કેન્દ્ર સરકારના ડેટાનો હવાલો આપીને કહ્યું કે જ્યાં મુસ્લિમ સમુદાય પાસે સ્વતંત્ર રાજકીય નેતૃત્વનો અભાવ છે ત્યાં સામાજિક, આર્થિક અને માનવ વિકાસ સૂચકાંકો નબળા છે.

App Store

ઓવૈસીએ 1 એપ્રિલે હુમાયુ કબીરના મતવિસ્તારમાં ઉમેદવારી નોંધાવવા માટે મુલાકાત લેવાની અને ત્યાં મોટી જાહેર સભા કરવાની જાહેરાત કરી છે. હુમાયુ કબીરે ઓવૈસીને મોટા ભાઈ કહીને તેમના ગઠબંધનને મજબૂત ગણાવ્યું અને સમગ્ર પશ્ચિમ બંગાળમાં 20 રેલીઓનું આયોજન કરવાની માહિતી આપી. પહેલી રેલી 1 એપ્રિલે બહેરામપુરમાં યોજાશે. આ રેલીઓ મુર્શિદાબાદ, ઉત્તર બંગાળ, માલદા, બીરભૂમ, ઉત્તર દિનાજપુર, આસનસોલ અને કોલકાતા સહિતના વિસ્તારોમાં થશે