Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Supreme Court eyes Election Commission's SIR process in Bengal, crucial hearing to be held on April 1

VIDEO: બંગાળમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયા પર સુપ્રીમની નજર, 1લી એપ્રિલે થશે નિર્ણાયક સુનાવણી

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  સુપ્રીમ કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સિવાય અન્ય તમામ રાજ્યોમાં ચૂંટણી પંચદ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાનું કાર્ય સરળતાથી અને વિના મુશ્કેલીએ પૂરું થયું છે. કોર્ટે જણાવ્યું કે અન્ય રાજ્યોમાં આ પ્રક્રિયા અંગે ભાગ્યે જ કોઈ કોર્ટ કેસ નોંધાયો છે. 
 
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સિવાય જે પણ રાજ્યોમાં એસઆઈઆર કરવામાં આવ્યું છે, ત્યાં તે સરળતાથી ચાલ્યું છે. અન્ય રાજ્યોમાં પણ કેટલીક ગૂંચવણો હોઈ શકે છે, પરંતુ મોટાભાગે ત્યાંથી કોઈ ફરિયાદ સામે આવી નથી. આ ટિપ્પણી પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરપ્રક્રિયામાં કથિત પ્રક્રિયાગત અનિયમિતતાઓને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.

App Store

આ મામલાની સુનાવણીમાં તૃણમૂલ કોંગ્રેસ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી ફ્રીઝ કરવાની તારીખને લંબાવવામાં આવે, જેથી વાંધા ઉઠાવનારા અને નામ ઉમેરવા માગનારા લોકોના કેસનો નિર્ણય લઈ શકાય. કોર્ટે જવાબ આપતાં કહ્યું કે જો જરૂર પડશે તો અમે વિચારણા કરીશું. આ અગાઉ 27મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની વિનંતીને નકારી કાઢી હતી, જેમાં એસઆઈઆર હેઠળ દસ્તાવેજ ચકાસણીમાં સામેલ ન્યાયિક અધિકારીઓને ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ જારી કરવાથી રોકવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક નિર્દેશો જારી કર્યા છે, જેમાં મતદારોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આગામી સુનાવણી 1 એપ્રિલે થવાની સંભાવના છે.