VIDEO: હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધના વાદળો અને ભારતમાં LPG સંકટ: સંસદ પરિસરમાં વિપક્ષનો હલ્લાબોલ!
VIDEO: પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં વેપાર માર્ગ ખોરવાતા દેશમાં એલપીજીપુરવઠામાં અછતના મુદ્દે વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ પહેલા બેઠકમાં વિપક્ષે સરકાર પર એલપીજી સંકટ મુદ્દે યોગ્ય સામનો ન કરવાનો આરોપ લગાવ્યો હતો
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યો છે. 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત લશ્કરી હુમલામાં 86 વર્ષીય ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા બાદ તણાવ વધ્યો હતો. ઈરાને ખાડી દેશોમાં ઇઝરાયલી અને અમેરિકી સંપત્તિઓને નિશાન બનાવતા જળમાર્ગમાં વિક્ષેપો વધ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક આર્થિક સ્થિરતા પર અસર પડી છે.
ટીએમસીસાંસદ સૌગત રોયે જણાવ્યું કે સરકારે એલપીજીસંકટનો યોગ્ય રીતે સામનો કર્યો નથી. અમે ઈચ્છીએ છીએ કે એલપીજી સંકટનો જલ્દી ઉકેલ આવે. એક દિવસ પહેલા બે ભારતીય એલપીજી કેરિયર્સ જગ વસંત અને પાઈન ગેસ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા. આ જહાજ 92 હજાર મેટ્રિક ટન એલપીજી વહન કરી રહ્યા છે અને 26થી 28 માર્ચ વચ્ચે ભારતીય બંદરો પર પહોંચવાની શક્યતા છે. પીએમ મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતાં કહ્યું કે પશ્ચિમ એશિયા સંઘર્ષમાં માટે મોટી કસોટી છે. તેમણે વૈશ્વિક શાંતિ અને સંવાદ માટે સંયુક્ત અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી.

