VIDEO: સત્તાનો સંગ્રામ 2026: કેરળમાં ધારાસભ્યોનો દબદબો, તો તમિલનાડુમાં 'એન્ટી-ઈન્કમ્બન્સી'નો ડર!
VIDEO: કેરળ, આસમ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ-ટીએમસી, લેફ્ટ અને ડીએમકે જેવી પાર્ટી પોતાની જીત દર્જ કરાવવાએડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આ સમયે એ આંકડા સામે આવ્યા છે કેટલા ટકા ધારાસભ્યને મતદારો ફરીવાર ચૂંટીને મોકલે છે.
કેરળમાં છેલ્લા ત્રણ ચૂંટણીમાં સરેરાશ ૭૯ ટકા ધારાસભ્યો ફરી વાર જીત્યા છે. કેરળમાં ૧૪૦ બેઠકો છે. ૨૦૧૧માં ૭૮ ટકા, ૨૦૧૬માં ૭૬ ટકા અને ૨૦૨૧માં ૮૪ ટકા ધારાસભ્ય ફરીવાર જીતવામાં સફળ રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં સરેરાશ ૬૧ ટકા ધારાસભ્યો જીત્યા હતા. ૨૦૧૧માં માત્ર ૪૨ ટકા, ૨૦૧૬માં ૭૨ ટકા અને ૨૦૨૧માં ૬૩ ટકા ધારસભ્ય ફરીવાર વિધાનસભામાં જવા સફળતા મળી હતી. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કટોકટીની લડાઈ જોવા મળે છે. આસમમાં ૧૨૬ બેઠકો છે.
સરેરાશ ૫૪ ટકા ધારાસભ્યો ફરીથી ચૂંટાયા છે. ૨૦૧૧માં ૫૦ ટકા, ૨૦૧૬માં ૪૨ ટકા અને ૨૦૨૧માં ૭૪ ટકા ધારાસભ્ય જીત્યા હતા. તમિલનાડુમાં ૨૩૪ બેઠકો છે અને સરેરાશ ૫૦ ટકા જ બેઠકના વિધાયકો જીત્યા હતા. ૨૦૧૧માં ૩૮ ટકા, ૨૦૧૬માં ૫૦ ટકા અને ૨૦૨૧માં ૬૧ ટકા ધારાસભ્ય જીત્યા હતા.
સફળતા મળી. વર્ષ 2026ની ચૂંટણીઓમાં આ ટ્રેન્ડ કેવો રહેશે તે જોવું રસપ્રદ રહેશે.

