Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: 'Outcry' for fuel in Lakhimpur Kheri: Rumors of Hormuz Strait blockade create long queues at petrol pumps!

VIDEO: લખીમપુર ખેરીમાં ઈંધણ માટે 'હાહાકાર': હોર્મુઝ સ્ટ્રેટ નાકાબંધીની અફવાએ પેટ્રોલ પંપો પર લગાવી લાંબી કતાર!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધીની અફવાથી ઉત્તર પ્રદેશના લખીમપુરખેરીમાં ઇંધણની ખરીદી માટે લોકોમાં ગભરાટ જોવા મળ્યો. સરકાર અને તેલ મંત્રાલય તરફથી અપીલ કરવા છતાં નાગરિકો ડબ્બા અને કેન સાથે પેટ્રોલ પંપ પર લાંબી કતારમાં ઊભા રહ્યા

App Store

 ઉત્તર પ્રદેશના લખીમપુરખીરીમાં પેટ્રોલ અને ડીઝલની અચાનક અછતની અફવાઓ ફેલાતાં વાહનચાલકોમાં હડકંપ મચી ગયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતાર જોવા મળી. ઘણા પંપો પર ડીઝલની ટેન્ક ખાલી થઈ ગઈ હતી, જ્યારે અન્ય પંપો પર પેટ્રોલ સમાપ્ત થયું હતું. જિલ્લાના લગભગ 25થી 30 ટકા પેટ્રોલ પંપો પર ઇંધણની અછત જોવા મળી હતી, જેથી સામાન્ય લોકો અને પરિવહન વ્યવસ્થાને મોટી અસુવિધા પડી છે.ખીરી પેટ્રોલિયમ ટ્રેડર્સ એસોસિએશનના જિલ્લા પ્રમુખ અભિષેક દીક્ષિતે જણાવ્યું કે જિલ્લામાં કુલ 274 પેટ્રોલ પંપ છે, જેમાંથી આશરે 25થી 30 ટકા પંપ પર ઇંધણનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. તેમણે કહ્યું કે પંપ સંચાલકોએ તેલ કંપનીઓને અગાઉથી ચુકવણી કરી હોવા છતાં કંપનીઓ તરફથી ટેકનિકલ કે પ્રક્રિયાગત કારણોસર પુરવઠો રોકાઈ ગયો છે. આને કારણે ઇંધણ સમયસર પહોંચી શકતું નથી.

પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, જ્યાં ઇંધણ ઉપલબ્ધ છે ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી છે. લોકો વધુ પડતું ઈંધણનો સ્ટોક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ ઘર્ષણની ઘટનાઓ પણ બની છે. જો પુરવઠો તાત્કાલિક સામાન્ય નહિ થાય તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.જિલ્લા પુરવઠા અધિકારીએ આ અફવાઓને નિરાધાર અને ભ્રામક ગણાવી છે. તેમણે કહ્યું કે જિલ્લામાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવા અપીલ કરી છે.

વધુ પડતું ઇંધણ સંગ્રહ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બીપીસીએલ પંપો પર ક્રેડિટ નીતિ બંધ થવાથી અસ્થાયી વિક્ષેપ પડ્યો હતો, પરંતુ તમામ કંપનીઓ સાથે વાતચીત કરીને પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.