VIDEO: તમિલનાડુમાં NDAનું શક્તિપ્રદર્શન: AIADMK 178 અને ભાજપ 27 બેઠકો પર લડશે ચૂંટણી!
VIDEO: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે NDAએ બેઠકોની વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી છે. AIADMKના નેતૃત્વ હેઠળના આ ગઠબંધનમાં પાર્ટીએ બસ્સો ચોત્રિસ બેઠકોમાંથી એકસો ઈઠિયોતેર બેઠકો પર ચૂંટણી લડવાની છે, જ્યારે બાકીની છપ્પન બેઠકો સહયોગી પક્ષોને ફાળવવામાં આવી છે. ભાજપ સ્તીયાવીસ બેઠકો પર ચૂંટણી લડશે.
AIADMKના મહાસચિવ એડાપ્પડી કે પલાનીસ્વામીએ ચેન્નાઈના પાર્ટી મુખ્યાલયમાં આ જાહેરાત કરી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, ભાજપતમિલનાડુ પ્રમુખ નૈનાર નાગેન્દ્રન, PMK પ્રમુખ અંબુમણી રામદાસ અને AMMK મહાસચિવ ટીટીવી દિનાકરન હાજર રહ્યા હતા.આ પહેલાં AIADMKએ 23 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. પલાનીસ્વામીએ પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને રજૂ કર્યો હતો, જેમાં 297 વચનો આપવામાં આવ્યા છે. મુખ્ય વચનોમાં મહિલા પરિવાર પ્રમુખ માહિને 2 હજાર રૂપિયાની સહાય, પ્રતિ પરિવાર 10 હજાર રૂપિયાની એક વખતની સહાય, રેશન કાર્ડ ધારકોને મફત રેફ્રિજરેટર, વધારાના રાશન લાભ અને પુરુષો માટે મફત બસ મુસાફરીનો સમાવેશ થાય છે.તમિલનાડુમાં 23મી એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે જ્યારે 4 મેના રોજ મતગણતરી થશે.
મુખ્ય સ્પર્ધા DMKના નેતૃત્વ હેઠળના SPA અને NDA વચ્ચે થવાની ધારણા છે, જ્યારે અભિનેતા વિજયની TVK પણ ત્રિ-માર્ગીય સ્પર્ધા સર્જવાનો પ્રયાસ કરી રહી છે. NDA નેતાઓએ ૨૦૦થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ 27 બેઠકો પર ચૂંટણી લડશે, જેમાં માયલાપોર, થલ્લી, મોડાકુરિચી, ઉધગમંડલમ, અવડી, તિરુવન્નામલાઈ, તંજાવુર, કોઈમ્બતુર ઉત્તર, નાગરકોઇલ અને રામનાથપુરમ જેવી મહત્વની બેઠકોનો સમાવેશ થાય છે. PMKને 18 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાં સેલેમ પશ્ચિમ, ધર્મપુરી, વિક્રાવંડી, મયિલાદુથુરાઈ, શોલિંગુર, અંબાત્તુર, પેરામ્બુર અને સેલેમ ઉત્તર સહિતની બેઠકો સામેલ છે.

