Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Big relief for Shankaracharya Avimukteswaranand: Allahabad High Court grants anticipatory bail in POCSO case

VIDEO: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત: અલ્હાબાદ હાઈકોર્ટે પોક્સો કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટેપોક્સો અધિનિયમ હેઠળ નોંધાયેલા સગીરોના કથિત જાતીય શોષણના કેસમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદગિરીના આગોતરા જામીન મંજૂર કર્યા છે. કોર્ટે બંનેની ધરપકડ પર પણ રોક લગાવી દીધી છે
 
અલ્હાબાદ હાઈકોર્ટે જાતીય શોષણ કેસમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદગિરીના આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે આગોતરા જામીનનો વિરોધ કરતાં કેસની ગંભીરતા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે અરજદારોએ પહેલા નીચલી અદાલતનો સંપર્ક કરવો જોઈએ. જોકે, બચાવ પક્ષે આરોપોને ષડયંત્રમૂલક અને પાયાવિહોણા ગણાવ્યા હતા. વકીલોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન સત્ય બહાર આવશે.આ મામલામાં આશુતોષ બ્રહ્મચારીની અરજી પર જિલ્લા અદાલતના આદેશથી ઝુસી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.  સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય પર સગીર વિદ્યાર્થીઓ પર દુષ્કર્મ અને જાતીય શોષણના આરોપ મૂકવામાં આવ્યા છે. 

App Store

પોક્સો એક્ટની જોગવાઈઓ લાગુ પડી છે.આદેશ જારી કરતા પહેલા જ ધરપકડ પર રોક લગાવવામાં આવી હતી. આ પહેલી વખત નથી કે કોર્ટે સ્વામી મુક્તેશ્વરાનંદને રાહત આપી હોય. અગાઉ પણ અલ્હાબાદ હાઈકોર્ટે વચગાળાની રાહત આપીને ધરપકડ પર રોક લગાવી અને કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરવાના નિર્દેશ આપ્યા હતા.કોર્ટે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાના નિર્દેશ પણ આપ્યા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપોને ખોટા ગણાવીને તેને પોતાની પ્રતિષ્ઠા અને સંસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર જણાવ્યું હતું. તેમણે નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી પણ દર્શાવી હતી.