Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: NDA government to be formed for the third time in Assam, swearing-in ceremony may be held on May 12

VIDEO: આસામમાં ત્રીજી વખત રચાશે એનડીએની સરકાર, 12મેના રોજ યોજાઈ શકે છે શપથગ્રહણ સમારોહ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર ત્રીજી વખત રચાવા જઈ રહી છે. સૂત્રો અનુસાર નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 12 મેના રોજ યોજાવાની ધારણા છે. આ સમારોહ પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના શપથગ્રહણ પછી થશે.

App Store

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. હિમંત બિસ્વા સરમા ફરીવાર આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી મજબૂત શક્યતા છે. 126 બેઠકોવાળી આસામ વિધાનસભામાં ભાજપે પોતાના દમ પર 82 બેઠકો જીતી છેજ્યારે NDAએ સાથી પક્ષો સાથે મળીને કુલ 102 બેઠકો મેળવી છે. હિમંત બિસ્વા સરમાએ આખી ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.

ભાજપે પૂર્વ અધ્યક્ષ જેપી નડ્ડાને નિરીક્ષક અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને સહ-નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. બંને આ અઠવાડિયાના અંત સુધીમાં ગુવાહાટી પહોંચી વિધાનસભા પક્ષના નેતાની પસંદગીની પ્રક્રિયા પૂરી કરશે. આ દરમિયાન બિહારમાં સમ્રાટ ચૌધરી સરકારના મંત્રીમંડળ વિસ્તરણનો કાર્યક્રમ 7 મેના રોજ પટનામાં યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે. ત્યારબાદ 9 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે. આસામમાં નવી સરકારનો શપથગ્રહણ આ બંને કાર્યક્રમો પછી થશે.