Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Massive fire breaks out in private hospital in Kolkata, patient's relatives try to extinguish fire themselves

VIDEO: કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, દર્દીના સંબંધીઓએ જાતે જ આગ ઓલવવાનો કર્યો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના કોલકાતાના સોલ્ટ લેકના કરુણામોયી ક્રોસિંગ પાસે આવેલા ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. હોસ્પિટલના પહેલા માળે શરૂ થયેલી આગ ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ. સમગ્ર વિસ્તાર ગાઢ કાળા ધુમાડાથી છવાઈ ગયો.

App Store

કોલાકાતાના સોલ્ટ લેકના કરુણામોયી ક્રોસિંગ પાસે ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. દેખતા દેખતા હોસ્પિટલના પહેલા માળે લાગેલી આગ ઝડપથી ઉપરના માળે ફેલાઈ ગઈ અને કાળો ધુમાડો છવાઈ ગયો. અગ્નિશામક વિભાગના ત્રણ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દાખલ દર્દીઓને સ્ટ્રેચર અને વ્હીલચેરના સહારે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ઘણા ગંભીર દર્દીઓને નજીકના અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રારંભિક તપાસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. દર્દીના સંબંધીઓએ જણાવ્યું કે, ફાયર ફાઈટરોને પહોંચવામાં વિલંબ થતાં તેઓએ જાતે જ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. દર્દીઓને બહાર નીકળવા માટે કાચ તોડવો પડ્યો હતો. કેટલાક લોકો હાથમાં પાણીની બોટલ લઈને બહાર આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.