Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Massive fire breaks out in godown of private logistic park in Jabalpur, cause unknown

VIDEO: જબલપુરમાં ખાનગી લોજિસ્ટિક પાર્કના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના જબલપુરમાં કટંગી બાયપાસ નજીક આવેલા ખાનગી લોજિસ્ટિક પાર્કના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ક્યા કારણે લાગી તેની તપાસ કરવામાં આવશે.

App Store

મધ્યપ્રદેશના જબલપુરમાં કટંગી બાયપાસ ખાનગી લોજિસ્ટિક પાર્કના ગોડાઉનમાં આગ લાગી હતી. મનોતલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે રાત્રે અગ્યાર કલાકની આસપાસ કંટ્રોલ રૂમમાંથી સૂચના મળી હતી કે કટંગી બાયપાસ પર આવેલા ખાનગી લોજિસ્ટિક પાર્કના બે ગોડાઉનમાં આગ લાગી છે. આ પછી આગ ત્રીજા ગોડાઉનમાં  પણ ફેલાઈ ગઈ હતી. અધિકારીઓએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થળ પર કામ કરતા મજૂરો અને કામદારોની સંખ્યા અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. ઇન્સ્પેક્ટરે કહ્યું કેફક્ત મેનેજર જ જણાવી શકશે કે અહીં કેટલા લોકો કામ કરી રહ્યા હતા અને કેટલા સુરક્ષિત છે. આગ ક્યા કારણે લાગે એ  હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.