Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Rain's entry in Delhi-NCR! After the scorching heat of 44 degrees, rain showers, know how much the temperature has dropped?

VIDEO: દિલ્હી-NCRમાં મેઘરાજાની એન્ટ્રી! 44 ડિગ્રીની ભીષણ ગરમી બાદ વરસાદી ઝાપટાં, જાણો તાપમાનમાં કેટલો ઘટાડો થયો?

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: લગભગ એક અઠવાડિયાથી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચેલા તાપમાનથી ત્રસ્ત દિલ્હીના રહેવાસીઓને  વરસાદે રાહત આપી છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડવાની સાથે ભારે પવન અને વાદળછાયું વાતાવરણના કારણે લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે.

App Store

દિલ્હીના  કુશક રોડ અને લુટિયન્સ દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. આ વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે, જોકે વરસાદ પછી તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી શકે છે. હવામાન વિભાગ  અને પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્ર અનુસાર પશ્ચિમી વિક્ષેપને કારણે દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા  વીજળીના ચમકારા અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે છેલ્લા 15 દિવસથી ચાલતી ગરમી અને હીટવેવની સ્થિતિથી લોકોને રાહત મળી છે.  આગામી ત્રણ દિવસમાં પંજાબ અને હરિયાણામાં તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.  દિલ્હીમાં યલો એલર્ટ જારી છે. વરસાદ અને વાવાઝોડાને કારણે શહેરના વાતાવરણમાં તાજગી જોવા મળી રહી છે.