VIDEO: બંગાળમાં મમતાનો હુંકાર: "ભાજપ મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે", પુરુલિયાની સભામાં મુખ્યમંત્રીનો વિસ્ફોટક આક્ષેપ
VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચારનો જોરશોરથી આરંભ થઈ ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પુરુલિયાના માનબજારમાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણેભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે ભાજપ તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે. ભાજપના નેતાઓ મારા સ્વાસ્થ્ય અને ઈજાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે હું મોતના મુખમાંથી લડીને પાછી આવી છું. જો કોઈને શંકા હોય તો ડોક્ટરના રિપોર્ટ જોઈ શકે છે. છેલ્લી ચૂંટણી દરમિયાન કાવતરાપૂર્વક ઈજા પહોંચાડવાનો પ્રયાસ થયો હતો, તેમ છતાં તેઓ વ્હીલચેર પર બેસીને પણ પ્રચાર કરતા રહ્યા હતા.
મમતા બેનર્જીએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું રમખાણોની જેમ કોઈ નવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે ભાજપ પર દેશને નુકસાન પહોંચાડવા, મોંઘવારી વધારવા અને ચૂંટણી સમયે ખોટા વાયદા કરવાના આરોપો પણ મૂક્યા હતા. આ સાથે જ તેમણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો મુદ્દો ઉઠાવીને જણાવ્યું કે આશરે 1કરોડ 20 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હું આ લોકોના અધિકારો માટે રસ્તા પર ઉતરીને લડીશ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશ. જરૂર પડે તો મફત કાનૂની સહાય પણ આપીશ.

