Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Kerala firecracker explosion! Blackout blast in Thrissur, 13 dead; Opposition leader VD Satheesan demands judicial inquiry

VIDEO: કેરળ ફટાકડા વિસ્ફોટ! થ્રિસુરમાં કાળમુખો ધડાકો, 13નાં મોત; વિરોધ પક્ષના નેતા વીડી સતીસને કરી ન્યાયિક તપાસની માંગ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કેરળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ નેતા વીડી સતીસને મુંડાથીકોડમાં ફટાકડા સંગ્રહ સુવિધામાં થયેલા વિસ્ફોટની વ્યવસ્થામાં કોઈપણ ખામીની તપાસ માટે ન્યાયિક તપાસની માંગ કરી છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે.

App Store

કેરળના થ્રિસુરમાં મુંડાથીકોડમાં ફટાકડા સંગ્રહિત કરવાની ફેકટરીમાં વિસ્ફોટ થતાં 13 લોકોના મોત થયા છે.ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ વીડી સતીસને જણાવ્યું કે આ ખુબ જ ગંભીર અને ખતરનાક ઘટના છે. વ્યવસ્થામાં કોઈપણ ખામીની તપાસ ન્યાયિક એજન્સી દ્વારા થવી જોઈએ. કમિશનનો રિપોર્ટ આવ્યા પછી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં લેવા જોઈએ. તેમણે કેરળ સરકારને મૃતકોના પરિવારજનોને તમામ સહાય પૂરી પાડવા અપીલ કરી. બીજી તરફ કેરળના ડીજીપી રાવડા ચંદ્રશેખરે જણાવ્યું કે પાંચ મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે  જ્યારે બે મૃતદેહો હજુ સોંપવાના બાકી છે અને બેની ઓળખ થવાની બાકી છે. તપાસ માટે ACP ક્રાઈમ બ્રાન્ચ થ્રિસુરના નેતૃત્વમાં 18 ટીમ તૈનાત કરવામાં આવી છે.

ફોરેન્સિક ટીમ પણ સક્રિય છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંત્રીમંડળ સાથે મૃતકોના નજીકના સંબંધીઓને 14 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય જાહેર કરી છે. જેમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી 4 લાખ અને મુખ્યમંત્રી આપત્તિ રાહત ભંડોળમાંથી 10 લાખ રૂપિયા સામેલ છે. વિસ્ફોટની ન્યાયિક તપાસ માટે ન્યાયાધીશ સીએન રામચંદ્રન નાયરના નેતૃત્વ હેઠળ એક સભ્યીય ન્યાયિક પંચની પણ જાહેરાત કરવામાં આવી છે.