VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: "મારો જ ધર્મ સાચો" તેવો દાવો કરવો એ અન્ય ધર્મોનું અપમાન અને કાયદેસરનો ગુનો!
VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે બિનસાંપ્રદાયિક દેશમાં કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈ ચોક્કસ ધર્મને એકમાત્ર સાચો ધર્મ હોવાનો દાવો કરવો સંપૂર્ણપણે ખોટું છે. આવો દાવો અન્ય ધર્મોનું અપમાન કરે છે અને પ્રથમ દ્રષ્ટિએ ભારતીય દંડ સંહિતાની કલમ 295A હેઠળ ગુનો ગણાય છે
અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સૌરભ શ્રીવાસ્તવની બેન્ચે આ અવલોકન સાથે ધર્મગુરુની અરજીને ફગાવી દીધી છે. અરજદારે કેસની કાર્યવાહી રદ કરવાની માંગ કરી હતી. તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી અન્ય ધર્મનું અપમાન કરવાનો આરોપ છે.પોલીસ તપાસમાં ધર્માંતરણનો કોઈ પુરાવો ન મળ્યો હોવા છતાં, અન્ય ધર્મોની ટીકા કરવા બદલ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.અરજદારના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં IPC કલમ 295A હેઠળ કોઈ ગુનો બનતો નથી અને મેજિસ્ટ્રેટે વિવેકબુદ્ધિ વાપર્યા વગર ચાર્જશીટની નોંધ લીધી છે.
જોકે, અલ્હાબાદ હાઈકોર્ટે આ દલીલોને નકારી કાઢી છે.કોર્ટે કહ્યું કે ભારત એવો દેશ છે જ્યાં તમામ ધર્મોના લોકો બંધારણ દ્વારા વ્યાખ્યાયિત ધર્મનિરપેક્ષતા સાથે રહે છે. તેથીકોઈ એક ધર્મને એકમાત્ર સાચો હોવાનો દાવો કરવો અન્ય ધર્મોનું અપમાન છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે કલમ 295A ખાસ કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના દુર્ભાવનાપૂર્ણ ઈરાદા સાથે કરવામાં આવતા અપમાનને લક્ષ્યમાં લે છે

