Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: 'Gen Z' revolution in Nepal: Former PM KP Oli arrested within 24 hours of Prime Minister Balendra Shah's swearing-in!

VIDEO: નેપાળમાં 'જેન-ઝી' (Gen Z) ક્રાંતિ: વડાપ્રધાન બાલેન્દ્ર શાહના શપથના 24 કલાકમાં જ પૂર્વ પીએમ કે.પી. ઓલીની ધરપકડ!

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: નેપાળમાં જેન -ઝી નેતા બાલેન્દ્ર શાહ વડાપ્રધાન બન્યાની સાથે જ એકશન મોડમાં આવી ગયા છે બાલેન્દ્ર શાહ સરકારે નેપાળના પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને તેમના પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખાકની ધરપકડ કરી છે. આ ધરપકડ ગત વર્ષ સપ્ટેમ્બરમાં યોજાયેલા જેન-ઝી (Gen Z) વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી વિદ્યાર્થીઓની મોતના કેસમાં કરવામાં આવી છે.  આંદોલન દરમિયાન પોલીસ ફાયરિંગમાં ૭૬ વ્યક્તિઓના મોત થયા હતા.

App Store

નેપાળમાં મોટી સંખ્યામાં સરકારી મિલ્કતને નુકશાન થયું હતું. આ આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્કી કમિશનના રિપોર્ટમાં ઓલી અને લેખાકને મોત માટે જવાબદાર ઠેરવાયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે નિરાધાર વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને સરકારે તેને અટકાવવા કોઈ પ્રયાસ કર્યો ન હતો.નવા વડાપ્રધાન બાલેન્દ્ર શાહ (બાલેન) શપથ લીધાના માત્ર ૨૪ કલાકની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી છે.

૩૫ વર્ષીય બાલેન્દ્ર શાહ, જેઓ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ના અધ્યક્ષ છે, નેપાલના સૌથી યુવાન વડાપ્રધાન છે. તેમની પાર્ટીએ તાજેતરની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. બાલેન્દ્ર શાહે સરકાર બનાવતાની સાથે જ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરી છે.