VIDEO: ભંગારના ગોડાઉનમાં લાગી આગ, દસ ફાયર ટેન્ડર સ્થળ પર મોકલાયા
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના કાપશેરા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ભારે પવન ફૂંકાવવાના કારણે આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસિસના અધિકારીઓએ તુરંત દસ ફાયર ટેન્ડરને સ્થળ પર મોકલી આપ્યા હતા.
દિલ્હીના કાપશેરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ફાયર વિભાગની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ પર કાબુ મેળવવા માટે દસ ફાયર ફાઈટરને કામે લગાડવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના કોઈ અહેવાલ નથી.
સ્થળ પરથી મળતી માહિતી અનુસાર આગના કારણે ભંગારના મોટા જથ્થાને નુકસાન થયું છે. આગ કયા કારણે લાગી એ હાલ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરશે. સ્થાનિક વિસ્તારમાં આવેલા અન્ય ગોડાઉન અને વ્યવસાયિક મકાનોને પણ આગના ફેલાવાનો ભય હતો, જેને ધ્યાનમાં રાખીને ફાયર ટીમોએ ત્વરિત કાર્યવાહી કરી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો છે.

