VIDEO: તમિલનાડુમાં ચૂંટણી જંગ તેજ: પલાનીસ્વામીનો પ્રચંડ દાવો, 'એનડીએ ગઠબંધન 210થી વધુ બેઠકો જીતી સત્તા કબજે કરશે!
VIDEO: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે, ત્યારે એઆઈએડીએમકેના મહાસચિવ પલાનીસ્વામીએ સત્તાધારી પક્ષ ડીએમકે પર આકરા પ્રહાર કર્યા છે.
માયલાપોરમાં જાહેરસભામાં તેમણે દાવો કર્યો કે આગામી ચૂંટણીમાં એઆઈએડીએમકે ના નેતૃત્વ હેઠળનું એનડીએ ગઠબંધન 210થી વધુ બેઠકો પર જીત મેળવીને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે.
પલાનીસ્વામીએ DMK સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે તમિલનાડુમાંDMKની હાલત અત્યંત દયનીય છે. ડીએમકેએ પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર વંશવાદના રાજકારણને પ્રોત્સાહન આપ્યું છે.AIADMKએ તેના ગઠબંધન ભાગીદારો સાથે બેઠકોની વહેંચણી પૂરી કરી છે અને પક્ષનો ચૂંટણી ઢંઢેરો જનહિતલક્ષી હોવાથી લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીએ DMK પર વિકાસના કામોમાં નિષ્ફળતાનો આરોપ લગાવતા કહ્યું કેવર્તમાન સરકાર માત્ર AIADMK ના શાસનકાળની યોજનાઓ પર પોતાના સ્ટીકરલગાવ્યો છે.
ચેન્નાઈમાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી જયલલિતાના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી, તેના ત્રીજા અને ચોથા તબક્કાનું કામ DMK શાસનમાં હજુપણ અધૂરું છે. તેમણે DMK ને એક પારિવારિક પક્ષગણાવી પ્રજાને આ દુષ્ટ શક્તિને હરાવવા હાકલ કરી હતી.તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે, જ્યારે 4 મેના રોજ મતગણતરી થશે. આ વખતે રાજ્યમાં મુકાબલો DMK ના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સઅને AIADMK ના નેતૃત્વ હેઠળના NDAવચ્ચે છે. જોકે, અભિનેતા વિજયની પાર્ટી TVK ના પ્રવેશથી આ ચૂંટણી જંગ ત્રિપાંખિયો અને વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.

