VIDEO: બંગાળમાં ચૂંટણી જંગ તેજ: ભાજપે પીડિતાના માતા રત્ના દેબનાથને પાનિહાટીથી મેદાનમાં ઉતાર્યા, 19 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર
VIDEO: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવોજોવા મળ્યો છે. ખડગપુર સદરના ભાજપ ઉમેદવાર દિલીપ ઘોષે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર મુસ્લિમ સમુદાયને ન્યાય આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે
ભાજપના નેતા દિલીપ ઘોષે જણાવ્યું કે મુસ્લિમ મતદારોને તેમની પસંદગી પર પુનર્વિચાર કરવાની જરૂર છે. મુસ્લિમ સમુદાયના લોકો સમજી ગયા છે કે મમતા બેનર્જી અને ટીએમસી પાર્ટી તેમનું હિત ઈચ્છતી નથી માત્ર વોટબેંકનું રાજકારણ કર્યું છે. અમે મુસ્લિમ સમુદાયનો વાસ્તવિક વિકાસ ઈચ્છીએ છીએ. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે જમીન સ્તરે તૈયારીઓ શરૂ કરી છે. વિકસિત પશ્ચિમ બંગા સંકલ્પ પત્ર, પરામર્શ સંગ્રહ અભિયાન દ્વારા જનતાના સૂચનો લેવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોથી લઈને યુવાનોના સ્ટાર્ટઅપ સુધીના વિષયોને આવરી લેતા આ અભિયાનને ભાજપ રાજકીય વચન નહિ પરતુંસામાજિક કરારગણાવ્યો છે. નાગરિકો ફોન કોલ, ઈમેલ કે ક્યુઆરકોડ દ્વારા પોતાના સૂચનો આપી શકે છે, જેના માટે દરેક જિલ્લામાં આકાંક્ષા સંગ્રહ બોક્સ મૂકવામાં આવ્યા છે.
ભાજપે19 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી નોંધપાત્ર નામ આરજીકાર મેડિકલ કોલેજની ઘટનાના પીડિતાના માતા રત્ના દેબનાથનું નામ છે, જેમને પાનિહાટી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 234 બેઠકો માટે બે તબક્કામાં 23મી અને 29મી એપ્રિલના રોજ મતદાન થશે. મતગણતરી 4 મેના રોજ હાથ ધરવામાં આવશે.

