Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: DMK's election card in Tamil Nadu: Udayanidhi Stalin announces 8,000 coupons for free TV-fridge and doubling of women's assistance

VIDEO: તમિલનાડુમાં DMKનો ચૂંટણી કાર્ડ: ઉદયનિધિ સ્ટાલિને ફ્રી ટીવી-ફ્રીજ માટે 8,000ના કૂપન અને મહિલા સહાય બમણી કરવાની કરી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO:  આગામી વિધાનસભા ચૂંટણી પહેલા નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને મોટી જાહેરાત કરી છે. તેમણે લોકોને ટેલિવિઝનરેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી ઘરગથ્થુ વસ્તુઓ ખરીદવા માટે 8 હજાર રૂપિયાના કૂપન આપવાની જાહેરાત કરી છે

App Store

 તમિલનાડુના નટરામપલ્લીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉદયનિધિ સ્ટાલિને જણાવ્યું કે ડીએમકે સરકાર હેઠળ 10 લાખ કોલેજ વિદ્યાર્થીઓને પહેલેથી જ લેપટોપ વિતરિત કરવામાં આવ્યા છે. મહિલા હકદારી યોજના હેઠળ મળતી 1 હજાર રૂપિયાની સહાયને 2 હજાર રૂપિયા કરવામાં આવશે અને ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે ચાલતી નાસ્તા યોજનાને ધોરણ 8 સુધી વિસ્તારવામાં આવશે.

તિરુપટ્ટુર અને જોલારપેટ વિધાનસભા બેઠકોના ડીએમકે ઉમેદવારો નલ્લાથમ્બી અને કવિતા ધંડાપાનીના સમર્થનમાં પ્રચાર કરતાં ઉદયનિધિએ AIADMK નેતા એડાપ્પડી પલાનીસ્વામીનીએ ઉગ્ર ટીકા કરી અને તેમને તમામ બેઠકોમાં હરાવવાની અપીલ કરી.તમિલનાડુમાં 23મી એપ્રિલે એક તબક્કામાં 234 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે.