Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Meghalaya will become the first state in the country: Signing of pilot project with Starlink, Elon Musk also gave approval by tweeting

VIDEO: મેઘાલય બનશે દેશનું પહેલું રાજ્ય: સ્ટારલિંક સાથે પાયલોટ પ્રોજેક્ટ માટે હસ્તાક્ષર, એલોન મસ્કે પણ ટવિટ કરીને આપી મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટની ભારતમાં એન્ટ્રીની દિશામાં મહત્વનું પગલું ભરાયું છે.મેઘાલય સરકારે સ્ટારલિંક ઇન્ડિયા સાથે હાથ મિલાવ્યા છે. ટૂંક સમયમાં મેઘાલયમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે

App Store

 દેશમાં સેટેલાઈટ ઇન્ટરનેટ સ્ટારલિંકની સેવાની કાગડોળે જોવાતી રાહ વચ્ચે મેઘાલય સરકારે સ્ટારલિંક ઇન્ડિયા સાથે લેટર ઓફ ઇન્ટેન્ટપર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, મેઘાલયના અંતરિયાળ વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. પોપ્યુલર ટિપ્સટર DogeDesigner એ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. આ ટ્વિટને એલોન મસ્કે પણ રી-ટ્વિટ કરીને સમર્થન આપ્યું છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ જણાવ્યું હતું કે રાજ્યનો ભૌગોલિક વિસ્તાર પહાડી હોવાને કારણે પરંપરાગત ટેલિકોમ ટાવર્સ ઉભા કરવા મોંઘા પડે છે.

સ્ટારલિંકની લો-અર્થ ઓર્બિટસેટેલાઇટ ટેકનોલોજી આ સમસ્યા દૂર કરશે. જોકે, સેવા સંપૂર્ણપણે શરૂ કરતા પહેલા કંપનીએ સેટેલાઇટ સ્પેક્ટ્રમ મેળવવું પડશે અને સુરક્ષા સંબંધિત તમામ શરતો પૂરી કરવી પડશે.આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે સ્પેસ એકસના પ્રેસિડેન્ટ ગ્વિન શોટવેલ ખાસ હાજર રહ્યા હતા. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે, તો તેને આખા રાજ્યમાં લાગુ કરવામાં આવશે.