VIDEO: સરકારી તિજોરી ખાલી, પણ વિકાસ કેટલો? રેલવે અને માર્ગ પરિવહન મંત્રાલયે વાપર્યા 5.5 લાખ કરોડ, જાણો જનતાને શું મળ્યું!
VIDEO: આમ તો સરકાર બજેટમાં લાખો કરોડો રૂપિયા ફાળવતી હોય છે. પણ અનેક મંત્રાલયોમાં ભંડોળ વપરાય વિના પડી રહે છે. પરંતુ કેન્દ્રના મહત્ત્વના એવા બે મંત્રાલયમાં ભંડોળનો સો ટકા ઉપયોગ કર્યાનો દાવો કરાયો છે. આ બે મંત્રાલયો કયા છે અને તેનાથી નાગરિકોને દેખીતો ફાયદો કેટલો થયો છે.
કેન્દ્ર સરકારના બે સૌથી મહત્વના મંત્રાલયો-માર્ગ પરિવહન તથા રેલવે મંત્રાલયે થાલુ નાણાકીય વર્ષ માટે ફાળવવામાં આવેલા બજેટનો સંપૂર્ણ ઉપયોગ કરવાની દિશામાં મોટી સફળતા મેળવી છે. આ બંને મંત્રાલયોએ માળખાગત સુવિધાઓના વિકાસ માટે ફાળવેલ ભંડોળનો લગભગ 100% વપરાશ કર્યો છે. બંને મંત્રાલયનું મળીને સાડા 5 લાખ કરોડનું ભંડોળ હતું. જેમાં માર્ગ પરિવહન મંત્રાલયે 9,100 કીલોમીટરના રસ્તા બનાવ્યા. એનએચઆઈએ તેના ટાર્ગેટ કરતા પંદર ટકા વધુ હાઈવેનું નિર્માણ કર્યું છે.
ભારતીય રેલવેએ પણ આવકના રેકોર્ડ સર્જ્યોના સરકારે દાવા કર્યા છે. ભારતીય રેલવેની પેસેન્જર આવકમાં ગત વરસે છ ટકાનો વધારો થયો છે. જેમાં 741 કરોડ મુસાફરોએ રેલ સેવાનો લાભ લીધો હોવાનું કહેવાયું છે. રેલ અને રસ્તાના આ ફુલગુલાબી સરકારી દાવાઓ વચ્ચે પણ અનેક સમસ્યાઓ વકરી રહી છે. ટોલ ભરવા છતાં દેશના અનેક હાઇવે બદતર હાલતમાં છે. તો રેલવેમાં લેટ લતીફી અને મુસાફરોને પારાવાર અગવડોનો અંત હજુ નથી આવ્યો. આવામાં રેલ રોડની સફળતાની આ ગુલબાંગોને જનતા હથેળીમાં ચાંદની જેમ જોઈ અને માની રહી છે.

