VIDEO: કેરળમાં દલિત વિદ્યાર્થી નીતિન રાજનો આત્મહત્યાનો કેસ, વિરોધમાં અનેક દલિત સંગઠનોએ આપ્યું રાજ્ય વ્યાપી બંધનું એલાન
કેરળમાં દલિત વિદ્યાર્થી નીતિન રાજના આત્મહત્યાના વિરોધમાં અનેક દલિત સંગઠનોએ રાજ્ય વ્યાપી બંધનું એલાન આપ્યું છે. અંજારકાન્ડીની ખાનગી ડેન્ટલ કોલેજમાં બીડીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી નીતિન રાજે 10 એપ્રિલના રોજ કથિત જાતિવાદી ટિપ્પણીઓ અને બોડી શેમિંગ સહિતની હેરાનગતિને કારણે આત્મહત્યા કરી હતી.
અંજારકાન્ડીની ખાનગી ડેન્ટલ કોલેજમાં બીડીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી નીતિન રાજે 10 એપ્રિલના રોજ કથિત જાતિવાદી ટિપ્પણીઓ અને બોડી શેમિંગ સહિતની હેરાનગતિને કારણે આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુના વિરોધમાં નીતિન રાજ એક્શન કાઉન્સિલ સહિત અનેક સંગઠનોએ સવારે 6 થી સાંજના 6 કલાક સુધી રાજ્યભરમાં બંધ યોજવાનું આહ્વાન આપ્યું હતું. બંધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય જીવન અસરગ્રસ્ત થયું છે.
કેરળ રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ અને ખાનગી બસોને અટકાવવામાં આવી હતી. VIT પ્રવેશ પરીક્ષા આપવા જતા અનેક વિદ્યાર્થીઓ રસ્તામાં અટવાઈ પડ્યા હતા અને સમયસર પરીક્ષા કેન્દ્રે પહોંચી શક્યા ન હતા. નીતિન રાજ એક્શન કાઉન્સિલે મુખ્ય માંગણીઓમાં પરિવારને 10 કરોડ રૂપિયાનું વળતર, રોહિત વેમુલા એક્ટનો અમલ, કોલેજનું જોડાણ રદ કરવું અને કેસની ન્યાયિક તપાસની માંગ કરી છે.
આ કેસમાં કોલેજના એનાટોમી વિભાગના પૂર્વ પ્રમુખ ડોક્ટર એમકે રામ અને ફેકલ્ટી સંગીતા નામ્બિયારને આરોપી બનાવવામાં આવ્યા છે. કન્નુર અદાલતે ડૉક્ટર રામને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે સંગીતા નામ્બિયારને જામીન મળ્યા હતા. નીતિનના પરિવાર અને સંગઠનોએ બંધને શાંતિપૂર્ણ રાખવાની અપીલ કરી છે અને આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

