Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Condition of Indians in Gulf countries is serious: KC Venugopal attacks PM Modi, "Mann Ki Baat will not solve the problem"

VIDEO: ખાડી દેશોમાં ભારતીયોની સ્થિતિ ગંભીર: કેસી વેણુગોપાલનો PM મોદી પર પ્રહાર"મન કી બાતથી સમસ્યાનો ઉકેલ નહીં આવે"

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ વચ્ચે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ખાડી દેશોમાં ભારતીયોને પડતી સમસ્યા મુદ્દે કહ્યું કે મન કી બાતથી કોઈ સમસ્યાનો ઉકેલ આવવાનો નથી

App Store

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે પીએમ મોદી પર ખાડી ક્ષેત્રમાં ભારતીયોને પડતી મુશ્કેલીઓ અંગે નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે. મન કી બાતના 132માં એપિસોડનો ઉલ્લેખ કરતાં વેણુગોપાલે કહ્યું કે તે માત્ર ખોખલી કવાયત છે અને સમસ્યાનું નિરાકરણ લાવતી નથી. મન કી બાતથી કોઈ સમસ્યાનો ઉકેલ આવવાનો નથીસરકારની નિષ્ક્રિયતાના કારણેખાડી દેશોમાં ભારતીયો માટે આ સંકટની સ્થિતિનું નિર્માણ થયું છે.

યુએઈ સહિત ખાડી દેશોમાં ભારતીયો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, પરંતુ પીએમ મોદી કોઈ પગલાં લઈ રહ્યા નથી, તેવો કોંગ્રેસ આરોપ લગાવ્યો છે. વેણુગોપાલે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર પણ નિશાન સાધતાં કહ્યું કે એક તરફ એલપીજીની અછત અને કિંમતો વધી રહી છે, તો બીજી તરફ ખાડીમાં રહેતા કેરલમના લોકોના જીવન અંગે ચિંતા છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવતા નથી. 28મી ફેબ્રુઆરીએ ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાથી શરૂ થયેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે.