VIDEO: ચારધામ યાત્રા 2026: શ્રદ્ધાનો ઘોડાપૂર! માત્ર ગણતરીના દિવસોમાં 10 લાખથી વધુ ભક્તોનું રજિસ્ટ્રેશન
VIDEO: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે6 માર્ચ 2026થી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
ચારધામ યાત્રાને લઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કેદેશ અને વિદેશથી આવનારા તમામ શ્રદ્ધાળુઓ માટે સરળ અને સલામત યાત્રાનો અનુભવ સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે. શ્રદ્ધાળુઓ સત્તાવાર વેબસાઇટ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી શકશે.રાહતની વાત એ છે કે, હજુ સુધી રજિસ્ટ્રેશન માટે કોઈ છેલ્લી તારીખ જાહેર કરાઈ નથી.
કેદારનાથ અને બદ્રીનાથ દ્વાર ખુલતા પહેલા અથવા યાત્રા દરમિયાન સ્લોટ ઉપલબ્ધ કરી રજિસ્ટ્રેશન કરી શકશે. જોકે, અપેક્ષિત ભારે ભીડને ધ્યાનમાં રાખીને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની સલાહ આપવામાં આવી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર 19 એપ્રિલે ખુલવાના છે. ત્યારબાદ કેદારનાથના દ્વાર 22 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દ્વાર 23 એપ્રિલે ખુલશે.સીએમ ધામીએ જણાવ્યું કેઆ વખતે યાત્રાળુઓને સમયાંતરે આપત્તિ સંબંધિત આગાહીઓ અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે. યાત્રા શરૂ થાય તે પહેલાં, તેઓ પોતે યાત્રા માર્ગોનું નિરીક્ષણ કરશે અને વ્યવસ્થાઓની જાણકારી મેળવશે.

