VIDEO: પશ્વિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા જ જશ્નનો માહોલ, મંદીર-વિપક્ષના કાર્યલય પર TMCએ કરેલો કબજો ખુલ્યો
પશ્વિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા ટીએમસીની ગુડાગર્દીની કાળી બાજુ સામે આવી ગઇ છે. ભાજપ સરકાર આવતાની સાથે જ ગામડાઓમાં જશ્નનો માહોલ છે. મંદીર અને વિપક્ષના કાર્યલય પર ટીએમસીએ કરેલો કબજો હવે ખુલી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતાની સાથે જ સમગ્ર રાજ્યમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. હજુ સરકારના શપથગ્રહણ થયા નથી, ત્યારે જ ટીએમસી શાસનમાં થયેલી અન્યાય અને અત્યાચારની વાર્તાઓ સામે આવી રહી છે. આસનસોલના કાળકા મંદિરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટીએમસી શાસન દરમિયાન આ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. કોર્ટના આદેશ છતાં પણ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા ન હતા. ભાજપ સરકાર આવતાની સાથે જ મંદિર ખોલી દેવાયું છે.
નાદિયા જિલ્લાના કરીમપુરમાં ટીએમસીના લોકોએ કોંગ્રેસના કાર્યાલય પર કબજો જમાવી દીધો હતો. ભાજપ સરકાર આવ્યા બાદ કોંગ્રેસે પોતાના કાર્યાલયનો કબજો પાછો મેળવી લીધો છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં નાની દુકાનો પર પણ ટીએમસીના લોકોએ કબજો લીધો હતો. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો ટીએમસીના કાર્યાલયો પર કેસરી રંગ લગાવી રહ્યા છે અને કેટલાક સ્થળોએ તોડફોડ પણ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ પણ મમતા સરકારના પતનની ખુશીમાં જશ્ન મનાવતા જોવા મળ્યા છે. મમતા બેનર્જીના શાસનના માત્ર બે દિવસમાં જ સામે આવેલી આ ઘટનાઓ રાજ્યમાં ટીએમસીની ગુન્ડાગીરી અને બેફામ અત્યાચારનું પ્રતિબિંબ દર્શાવે છે.

