VIDEO: સાવધાન! દિલ્હીમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટ
VIDEO: દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના ક્ષેત્રોના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે દિલ્હી આ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ દરમિયાન 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા, વીજળી અને હળવા વરસાદની સાથે 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ, વાવાઝોડું અને વીજળીની ચેતવણી આપવામાં આવી હતી. હિમાલયના પર્વતો અને ઉત્તરી પંજાબમાં વરસાદ પડ્યો હતો, પરંતુ તેની અસર હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઓછી રહી.
રાજસ્થાનમાં જોરદાર પવન ફૂંકાયો હતો, જ્યારે દિલ્હીમાં તડકો રહેતાં તાપમાનમાં ઝડપી વધારો થયો હતો. ઉત્તર-પશ્ચિમ ભારતમાં પડેલો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે થયો હતો. આગામી દિવસોમાં અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ 2 એપ્રિલની આસપાસથવાની સંભાવના છે. તેના કારણે 3 અને 4 એપ્રિલે દિલ્હીમાં ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે.એપ્રિલની શરૂઆત ઠંડી રહેવાની સંભાવના છે.દિલ્હી-એનસીઆરના લોકોનેવીજળી અને તેજ પવનથી સાવધાન રહેવા હવામાન વિભાગે સલાહ આપી છે.

