VIDEO: ઇરાન જંગમાં મોટો વળાંક: અમેરિકા એકલું પડ્યું! ઇઝરાયલે જમીની લડાઈમાં સૈનિકો ઉતારવાની ના પાડી
VIDEO: ઈરાન સાથેના યુદ્ધમાં નવો ટર્ન આવ્યો છે. ઈઝરાયલ અમેરિકાની સાથે ઈરાનમાં જમીની લડાઇ માટે પોતાના સૈનિકો નહીં ઉતારે. ઈઝરાયેલનું આ પગલાથી જમીની યુદ્ધમાં અમેરિકા અકલું પડી ગયું છે
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલ મીડિયાના અહેવાલો અનુસાર, જો અમેરિકા ઈરાન વિરુદ્ધ જમીની સૈન્ય કાર્યવાહી શરૂ કરે તો ઈઝરાયલના સૈનિકો તેમાં સીધા ભાગ લેશે નહીં.ઈઝરાયલીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગ્રાઉન્ડ સૈન્ય કાર્યવાહીની તૈયારી કરી રહ્યા હોય, પરંતુ પ્રધાનમંત્રી નેતન્યાહૂની સેના આ જોખમી મિશનમાં અમેરિકાની સાથે જમીન પર ઉતરશે નહીં. આનો અર્થ એ થઈ શકે છે કે અમેરિકાએ આ ઓપરેશનમાં એકલા જ આગળ વધવું પડશે.
નિષ્ણાતો માને છે કે ઈઝરાયલનું આ વલણ વ્યૂહાત્મક હોઇ શકે છે. સીધા જમીની યુદ્ધમાં ઝંપલાવવાથી આખા મધ્ય પૂર્વમાં તણાવ વધી શકે છે. વળી, ઈઝરાયલ હાલ પોતાની આંતરિક સુરક્ષા અને અન્ય પડકારોનો સામનો કરી રહ્યું છે.બીજી તરફ, અમેરિકાએ ઈરાન વિરુદ્ધ જમીની વિકલ્પો પર કામ શરૂ કરી દીધું છે.ટ્રમ્પ વહીવટીતંત્રએ હજુ સૈનિકો ઉતારવા અંગે અંતિમ નિર્ણય લીધો નથી પણ ઇરાનમાં ચાર હજાર સૈનિકો મોકલી દીધા છે. ઈરાન સામે લડવા માટે અમેરિતાને સહયોગી દેશોની મદદની જરુર છે પણ આ લડાઇમાં બ્રિટન, ફ્રાન્સ, સ્પેન જેવા નાટો દેશે લડવાની ના પાડી દીધી છે. આ કારણે યુદ્ધમાં અમેરિકા એકલું પુડી ગયું છે.

