VIDEO: બંગાળ ચૂંટણી 2026: TMCની 291 અને ભાજપની 255 ઉમેદવારોની યાદી જાહેર; 23 એપ્રિલે મહાસંગ્રામ
VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસે ભવાનીપુર મતવિસ્તારના રિટર્નિંગ ઓફિસર સુરજિત રોયની નિમણૂક સામે ચૂંટણી પંચને ઔપચારિક ફરિયાદ કરી છે. આ ઘટનાક્રમથી ટીએમસીઅને ભાજપવચ્ચે તણાવ વધુ વધ્યો છે. ટીએમસી પાર્ટીએ ચૂંટણી પંચને આ નિમણૂક રદ કરવાની માંગ કરી છે
ટીએમસી પાર્ટીના અધિકારીઓએ જણાવ્યું કેભવાનીપુર જેવા હાઈ-પ્રોફાઈલ મતવિસ્તારમાં ચૂંટણીની દેખરેખ માટે નિયુક્ત સુરજિત રોય વિરોધ પક્ષના નેતા અને ભાજપનાનેતા સુવેન્દુ અધિકારીના નજીકના હોવાનું કહેવાય છે. TMCએ આરોપ લગાવ્યો છે કે રોય તેમના ઇશારે કામ કરી રહ્યા છે, જેનાથી નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા પર અસર પડી શકે છે. ટીએમસી પાર્ટીએ ચૂંટણી પંચને આ નિમણૂક રદ કરવાની માંગ કરી છે.ટીએમસીએ તાજેતરમાં 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં 52 મહિલાઓ, 95 અનુસૂચિત જાતિ-જનજાતિ અને 47 લઘુમતી સમુદાયના ઉમેદવારો સામેલ છે. બીજી તરફ ભાજપે આગામી ચૂંટણી માટે 111 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 255 ઉમેદવારો જાહેર કર્યા છે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે, જ્યારે ચકાસણી 7 એપ્રિલે અને ઉમેદવારી પાછીખેંચવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ છે.આ ઘટનાક્રમથી ટીએમસીઅને ભાજપવચ્ચે તણાવ વધુ વધ્યો છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો માટેની ચૂંટણી 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. ભવાનીપુરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને BJPના સુવેન્દુ અધિકારી વચ્ચે ભીષણ મુકાબલો થવાની સંભાવના છે.

