Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Bargi Dam accident in Jabalpur, district court orders suo motu registration of FIR

VIDEO: જબલપુરમાં બરગી ડેમ દુર્ઘટના, જિલ્લા અદાલતે સ્વતઃ નોંધ લઈ FIR નોંધવાનો આપ્યો આદેશ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ પર નદીમાં ક્રુઝ બોટ પલટી જવાથી 13 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ જબલપુર જિલ્લા અદાલતે સ્વતઃ નોંધ લઈને ક્રુઝ બોટના પાઇલટ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

App Store

મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ પર નદીમાં ક્રુઝ બોટ પલટી કોર્ટે ઓપરેટરની બેદરકારીને ગંભીર માની છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ક્રુઝ ઓપરેટર ઘટના વખતે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો, પરંતુ મુસાફરોને બચાવવા કોઈ પ્રયાસ કર્યો નહિ. કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 બેદરકારીથી મૃત્યુ અને 110 ગુનાહિત હત્યા હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે જણાવ્યું કે, જો આ મામલામાં FIR નોંધવામાં ન આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી બની શકે છે. આવી બેદરકારીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અદાલતે ડૂબતા લોકોને બચાવવા માટે પ્રયાસ કરનારાઓની પણ પ્રશંસા કરી છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે શોધ કાર્યમાં વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. જેનાથી મૃત્યુઆંક 13 થયો છે. તમામ 13 મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પીએમઓએ જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને પીએમએનઆરઈ હેઠળ 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.