Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Another serious incident in West Bengal, firing on a joint team of police and central forces

VIDEO: પશ્ચિમ બંગાળમાં વધુ એક ગંભીર ઘટના, પોલીસ-કેન્દ્રીય દળોની સંયુક્ત ટીમ પર થયો ગોળીબાર

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા મતદાન પછીની હિંસા અને અથડામણના સતત કિસ્સાઓ વચ્ચે એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નઝત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ અને કેન્દ્રીય દળોની સંયુક્ત ટીમ પર અસામાજીક ત્તત્વોની ટીમે ગોળીબાર કર્યો હતો.

App Store

આ ઘટના પશ્ચિમ બંગાળના બસિરહાટના સરબેરિયા-અગરહાટી ગ્રામ પંચાયતના બામનઘેરી વિસ્તારમાં બની હતી. નઝત પોલીસ સ્ટેશનના પ્રભારી રાજબારી, આઉટપોસ્ટના કોન્સ્ટેબલ, મહિલા પોલીસ અધિકારી અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના બે જવાન ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ મીનાખા ગ્રામિણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કોલકાતાની અલગ અલગ હોસ્પિટલોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

ઘટના સ્થળેથી તપાસ દરમિયાન બોમ્બ ભરેલી બેગ પણ મળી આવી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે ગોળીબાર વખતે છોકરાઓનું એક જૂથ તેમના આંગણામાં દોડતું જોવા મળ્યું હતું. મહિલાએ જણાવ્યું કે, અમે પલંગ નીચે છુપાઈ રહ્યા હતા. પોલીસે અમારા ઘરનો દરવાજો તોડી નાખ્યો અને અમને કસ્ટડીમાં લીધા. બીજા દિવસે સવારે છોડી મૂકવામાં આવ્યા, પરંતુ અમારા પરિવારના અન્ય સભ્યો ત્યાં નહોતા.

પોલીસે આદિવાસી સમુદાયના પાંચ અને મુસ્લિમ સમુદાયના ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને સીએપીએફને મતદાન પછીની કોઈપણ હિંસાની ઘટના પ્રત્યે ઝીરો ટોલરન્સની કડક સૂચના આપવામાં આવી છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.