VIDEO: ચૂંટણી પહેલા વાતાવરણ ગરમાયું: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ
VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે જુબાની જંગ તેજ બની છે. ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાએ જણાવ્યું કે અમિત શાહ મહિલા સુરક્ષાની વાત કરે છેપરંતુ મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હિંસા પર તેઓ કેમ ચૂપ છે.
ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમિત શાહ મહિલા સુરક્ષાની વાત કરે છે, પરંતુ મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હિંસા પર તેઓ કેમ ચૂપ છે?ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓની સલામતીની સ્થિતિ શું છે. બંગાળના શિક્ષણમંત્રી બ્રત્ય બાસુએ જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે અને 15 રાજ્યો તેમજ મોટાભાગના સરહદી વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે.
ઘૂસણખોરી રોકવામાં અને વિદેશી નાગરિકોને ઓળખવામાં કેન્દ્ર સરકાર કેમ નિષ્ફળ ગઈ છે. અમિત શાહે આ પહેલા નિવેદન આપ્યું હતું કે બંગાળમાં 15 વર્ષના મમતા સરકારના શાસનમાં રાજ્યમાં કુશાસન, ભ્રષ્ટાચાર અને મહિલા અસુરક્ષાની સ્થિતિ કથળી છે. ટીએમસીએ ભાજપ પર પ્રદેશમાં ધ્રુવીકરણ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો છે.

