Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Assam Election 2026: Chief Minister's open warning to Bangladeshi infiltrators, promises to snatch land and distribute it to the poor

VIDEO: આસામ ચૂંટણી 2026: બાંગ્લાદેશી ઘૂસણખોરોને મુખ્યમંત્રીની ખુલ્લી ચેતવણી, જમીન છીનવી ગરીબોને વહેંચવાનો વાયદો

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અતિક્રમણ કરાયેલી જમીનને ખાલી કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી પછી ભાજપ સરકાર ફરીથી સત્તામાં આવશે, તો રાજ્યભરમાં અતિક્રમણ હટાવવાનું અભિયાન શરૂ કરવામાં આવશે

App Store

 આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે આગામી સરકાર બન્યા પછી તેઓ પાંચ લાખ વિઘા અતિક્રમણ કરાયેલી જમીન દૂર કરવાનું કામકરશે. આસામમાં નદી કિનારાના વિસ્તારો સહિત કુલ 50 લાખ વિઘા જમીન પર અતિક્રમણ છે. તેમણે કહ્યું કે પ્રભાવશાળી લોકો પાસેથી પણ આ જમીન પાછી મેળવવામાં આવશે અને તેને ગરીબોમાં વહેંચી દેવામાં આવશે.ચૂંટણી પહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શરમા તેમના આક્રમક નિવેદનો માટે સમાચારમાં છવાયેલા છે.

સરમાએ વધુમાં જણાવ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો સિવાય બાકીના તમામ લોકો ભાજપ સાથે છે. કોઈપણ ભારતીય મૂળનો વ્યક્તિ કોંગ્રેસને મત આપશે નહીં. તેમણે કહ્યું કે આ વખતે સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે અને લોકો પૂરા દિલથી મતદાન કરશે. આસામ વિધાનસભાની 126 બેઠકો માટે 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે પરિણામો 4 મેના રોજ જાહેર થશે