Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Allahabad High Court's big verdict: "Live-in relationship between a married man and an adult woman is not a crime"

VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો: "પરિણીત પુરુષ અને પુખ્ત મહિલાનું લિવ-ઈન રિલેશનશિપ ગુનો નથી"

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પરિણીત પુરુષ પુખ્ત વયની મહિલા સાથે તેની સંમતિથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે તે કાયદાની નજરમાં કોઈ ગુનો નથી. કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ કાનૂની ગુનો બનતો નથી, ત્યારે સામાજિક ધોરણો અને નૈતિકતા નાગરિકોના અધિકારોના રક્ષણમાં અવરોધ બની શકે નહિ. 

App Store

 અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયાધીશ જેજે મુનીર અને ન્યાયાધીશ તરુણ સક્સેનાની ડિવિઝન બેન્ચે આ કેસમાં અરજદાર દંપતીને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. આ કેસમાં બે પુખ્ત વયના વ્યક્તિઓ લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. મહિલાની માતાએ દાખલ કરેલી FIRમાં આરોપ લગાવ્યો કે પુરુષ તેની પુત્રીને લલચાવીને પોતાની સાથે રહેવા માટે લઈ ગયો છે.અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યું  કે મહિલાના પરિવારજનો તેમના સંબંધનો વિરોધ કરી રહ્યા છે અને તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.

તેમણે ઓનર કિલિંગના ભયની વાત કરી હતી અને શાહજહાંપુર પોલીસ અધિક્ષકને આપેલી ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થવાની ફરિયાદ કરી હતી.અરજદારોના વકીલે દલીલ કરી હતી કે બંને પુખ્ત વયના છે અને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સાથે રહે છે. તેથી તેમના જીવનને જોખમમાં મૂકવું યોગ્ય નથી.ફરિયાદી તરફથી દલીલ કરવામાં આવી હતી કે પુરુષ પરિણીત છે, તેથી બીજી સ્ત્રી સાથે સંમતિથી લિવ-ઈન રિલેશનશિપ ગુનો છે. જોકે, કોર્ટે આ દલીલને સ્પષ્ટપણે નકારી કાઢી છે.