VIDEO: આસામ વિધાનસભા 2026: 9 એપ્રિલે 126 બેઠકો માટે સંગ્રામ, શું ભાજપ હેટ્રિક લગાવશે કે કોંગ્રેસનું મહાગઠબંધન ફાવશે?
VIDEO: આસામ વિધાનસભા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના કોંગ્રેસ દેશમાં સરકાર બનાવી શકતી નથી અને માટે તે પાકિસ્તાનમાં સરકાર બનાવી શકે છે તેવા નિવેદનના જવાબમાં કોંગ્રેસે કહ્યું કે ભાજપે ઈઝરાયેલમાં સરકાર બનાવવી જોઈએ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ દેશમાં સરકાર બનાવી શકતી નથી, તે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાં સરકાર બનાવી શકે છે. આ નિવેદનના જવાબમાં કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કટાક્ષ ભર્યો જવાબ આપ્યો છે.પ્રમોદ તિવારીએ આસામના મુખ્યમંત્રીને સંબોધીને કહ્યું કે તમે મુખ્યમંત્રી છો, તેથી થોડું શિક્ષિત અને જ્ઞાની હોવું જોઈએ. લોકશાહીમાં સરકાર દેશની સરહદોમાં જ બને છે. જો તમે કોંગ્રેસને પાકિસ્તાનમાં સરકાર બનાવવાનો આગ્રહ રાખો છો, તો ભાજપે ઇઝરાયલમાં સરકાર બનાવવી જોઈએ.હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કેઆસામમાં પરિવર્તન આવ્યું છે. તેમણે દાવો કર્યો કે બાંગ્લાદેશી ઘુસણખોરો સિવાય કોઈ કોંગ્રેસને મત આપશે નહીં.
આસામની 126 બેઠકોવાળી વિધાનસભા માટે 9 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સતત ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરશે. હિમંતા બિસ્વા સરમાએ પોતાની પરંપરાગત જલુકબારી બેઠક પરથી ચૂંટણી લડવાના છે. વર્ષ 2021ની ચૂંટણીમાં એનડીએએ 75 બેઠકો જીતી હતી, જેમાં ભાજપે 60 બેઠકો મેળવી હતી. કોંગ્રેસના મહાગઠબંધને માત્ર 16 બેઠકો જ મેળવી હતી. આ વખતે કોંગ્રેસ સત્તામાં પાછા ફરવાનો દાવો કરી રહી છે.

