Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT/Unauthorized PG and commercial properties sealed

VIDEO:ANDARNI VAAT/અનધિકૃત પીજી અને કોમર્શિયલ મિલકતો થઈ સીલ

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હરિયાણાના ગુરુગ્રામમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે એક મોટી અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.. ડીએલએફ ફેઝ-૩ વિસ્તારમાં રહેણાંક મિલકતોનો વ્યાવસાયિક હેતુ માટે થતો દુરુપયોગ અટકાવવા અને નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા પેઇંગ ગેસ્ટ આવાસ સામે તંત્ર દ્વારા સીલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રહેણાંક સોસાયટીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજનબદ્ધ વિકાસના નિયમોનું પાલન થાય તે માટે પ્રશાસને આ આકરાં પગલાં લીધાં છે, જેના કારણે નિયમભંગ કરનારા ભૂમાફિયાઓ અને મિલકત માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

App Store

આ સીલિંગ ઝુંબેશ દરમિયાન સ્થળ પરથી પ્રશાસનની કડક કાર્યવાહીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સરકારી અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મિલકતોને સીલ કરતી જોવા મળી હતી.. આ સમગ્ર કાર્યવાહીને પગલે સ્થાનિક રહીશો અને પીજી સંચાલકો તરફથી મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા છે. વર્ષોથી શાંતિપૂર્ણ વાતાવરણ ઝંખતા આસપાસના નાગરિકોએ પ્રશાસનની આ કામગીરીને આવકારીને રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે બીજી તરફ અચાનક થયેલી આ કાર્યવાહીથી કાયદાકીય કપાતમાં આવેલા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓમાં ભારે દોડધામ મચી હતી..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:HARYANAdemolitionGSTV