Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Haryana Rajya Sabha Elections 2026:Congress's Karamveer Singh Buddh wins

Haryana Rajya Sabha Elections 2026: હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના કરમવીર સિંહ બૌદ્ધની 1 વોટથી જીત

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Haryana Rajya Sabha Elections 2026: હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના કરમવીર સિંહ બૌદ્ધની 1 વોટથી જીત
સોર્સ : gstv

હરિયાણામાં બે રાજ્યસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સોમવારે મોડી રાત્રે ભારે રસાકસી અને ઉલટફેર જોવા મળ્યો હતો. અનેક કલાકો સુધી ચાલેલા સસ્પેન્સ અને રાજકીય કાવાદાવા બાદ અંતે પરિણામો જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવાર કરમવીર સિંહ બૌદ્ધ માત્ર 1 વોટના પાતળા માર્જિનથી વિજયી થયા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંજય ભાટિયા એ પણ પોતાની બેઠક સુરક્ષિત કરી લીધી છે. અપક્ષ ઉમેદવાર સતીશ નાંદલની હાર સાથે ભાજપની 'વોટ ચોરી'ની રણનીતિ નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

App Store

ચૂંટણીનું સમીકરણ અને રસાકસી

હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા, જેના કારણે જંગ ત્રિપાંખિયો અને રસપ્રદ બન્યો હતો:

  • સંજય ભાટિયા (ભાજપ)
  • કરમવીર સિંહ બૌદ્ધ (કોંગ્રેસ)
  • સતીશ નાંદલ (અપક્ષ)

નિયમ મુજબ, સંખ્યાબળને આધારે એક બેઠક ભાજપ અને એક બેઠક કોંગ્રેસના ફાળે જવી નક્કી હતી. પરંતુ ભાજપે અપક્ષ ઉમેદવાર સતીશ નાંદલને મેદાનમાં ઉતારીને કોંગ્રેસના મતોમાં ગાબડું પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંતિમ ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર કરમવીર સિંહે જીત મેળવીને ભાજપના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના પ્રહાર: "કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી"

પરિણામો બાદ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા કહ્યું કે, "કોંગ્રેસે જે રીતે પોતાના ધારાસભ્યોને બંદી બનાવીને એક શહેરથી બીજા શહેર (શિમલા) ફેરવ્યા, તે દર્શાવે છે કે તેમને પોતાના નેતાઓ પર વિશ્વાસ નથી. મેં ઇતિહાસમાં પહેલીવાર જોયું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પ્રભારી પોતે પોલિંગ એજન્ટ બનીને બેઠા હોય."

સૈનીએ વધુમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસના આશરે 9 મતો અપક્ષ ઉમેદવાર તરફ ગયા છે અને કોંગ્રેસના 25% ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે INLD (ઇન્ડિયન નેશનલ લોકદળ) ને પણ કોંગ્રેસની 'B ટીમ' ગણાવી હતી.

કોંગ્રેસનો વળતો પ્રહાર: "લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ થયો"

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ જીતને લોકશાહીની જીત ગણાવી હતી. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ઓબ્ઝર્વર બનાવીને અહીં લાવવામાં આવ્યા હતા. માત્ર એક બેઠક જીતવા માટે ભાજપે લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ કર્યો. અમારા ધારાસભ્યો પર ભારે દબાણ હતું, લાલચ આપવામાં આવી હતી, પરંતુ તેઓ અડગ રહ્યા."

હુડ્ડાએ એમ પણ જણાવ્યું કે કોંગ્રેસના 4 વેલિડ વોટને જાણીજોઈને ખોટી રીતે કેન્સલ કરવામાં આવ્યા હતા, છતાં જનતાના આશીર્વાદથી કરમવીર સિંહ જીતી ગયા.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા: "આ કોંગ્રેસની અગ્નિપરીક્ષા હતી"

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ ચૂંટણીને કોંગ્રેસ માટે 'અગ્નિપરીક્ષા' ગણાવી હતી. તેમણે કહ્યું, "આજે પ્રજાતંત્રની જીત થઈ છે અને 'વોટ ચોર'ની હાર થઈ છે. ભાજપે ત્રીજો ઉમેદવાર ઉતારીને જે રમત રમી હતી તેને અમારા ધારાસભ્યોએ નિષ્ફળ બનાવી દીધી છે. ક્રોસ વોટિંગ કરનારાઓને જનતા સમય આવ્યે પાઠ ભણાવશે."

વિજેતા ઉમેદવાર કરમવીર સિંહ બૌદ્ધની પ્રતિક્રિયા

પોતાની જીત બાદ કરમવીર સિંહ બૌદ્ધ ભાવુક જણાયા હતા. તેમણે કહ્યું કે, "મારા મતોને ગેરકાયદેસર ઠેરવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સત્યનો વિજય થયો છે. મને કોંગ્રેસના ટોચના નેતૃત્વ અને ધારાસભ્યોનો પૂરો સહયોગ મળ્યો છે. હવે હું જનતાના પ્રશ્નોને સંસદમાં મજબૂતીથી ઉઠાવીશ."